આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા છે અને આજે તેમનો સિડનીમાં મોટો કાર્યક્રમ છે. આ દરમિયાન વડા પ્રધાનનું ભવ્ય અને અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિક્રિયેશ્નલ એરક્રાફ્ટની મદદથી પીએમને આવકારવા આકાશમાં ‘વેલકમ મોદી’ લખવામાં આવ્યું હતું. વડા પ્રધાન તરીકે પીએમ મોદીની ઓસ્ટ્રેલિયાની આ તેમની બીજી વિઝટ છે. વડા પ્રધાન અગાઉ પાપુઆ ન્યુ ગિનીમાં હતા, જ્યાં દેશના પીએમ જેમ્સ મારાપે તેમના ચરણ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું. એ જ સમયે, જાપાનના હિરોશિમામાં G7 સમિટમાં પહોંચેલા અમેરિકાના પ્રમુખ જો બાઈડેને વડા પ્રધાન મોદીનો ઓટોગ્રાફ પણ માંગ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન સુપર સીઈઓ પૌલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન એન્ડ્રુ ફોરેસ્ટ, હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન જીના રીનહાર્ટને મળશે. આ ઉપરાંત પીએમ મોદી આજે ઓસ્ટ્રેલિયાના કેટલાક પ્રભાવશાળી લોકોને પણ મળી શકે છે.
જાપાન અને પાપુઆ ન્યુ ગીનીની મુલાકાત લીધા બાદ ઓસ્ટ્રેલિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક કોમ્યુનિટી ઈવેન્ટ પહેલા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવામાં મનોરંજક વિમાન કોન્ટ્રેલ્સ દ્વારા લખવામાં આવ્યું હતું “વેલકમ મોદી”.
આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય સમુદાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સોમવારે સિડનીમાં આગમન સમયે ‘હેલો મોદી’, ‘વણક્કમ મોદી’, ‘નમસ્તે મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારાઓ વચ્ચે સ્વાગત કર્યું હતું.
A supernatural phenomenon was seen in a Jain temple in Gujarat