200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલના સળિયા પાછળ પહોંચી ગયેલો સુકેશ ચંદ્રશેખર અવારનવાર તેની ઉટપટાંગ હરકતો અને લેડી લવને લખેલા લેટર્સને કારણે લાઈમલાઈટમાં રહેતો હોય છે. હવે ફરી એક વખત સુકેશ લાઈમલાઈટમાં આવ્યો છે અને એનું કારણ છે કે તેણે જેક્વેલિન ફર્નાન્ડિઝને લખેલો પત્ર. આ પત્રમાં સુકેશે તેની લેડલવના ભરપેટ વખાણ કરતાં તેના પર અનહદ લાગણીઓ વરસાવી છે. એટલું જ નહીં, તેણે આ પત્રમાં જેકુને તેના જન્મ દિવસ પર સરપ્રાઈઝ આપવાનો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.
જેલની અંદર હોવા છતાં પણ સુકેશની ચર્ચાઓ જરાય ઓછી થઈ નથી. સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને જેલમાંથી પ્રેમ પત્ર લખ્યો છે અને આ પત્રમાં સુકેશે તેની લેડી લવના વખાણ કરતો જોવા મળી રહ્યો છે અને આ પત્રમાં તેણે જેકલીન માટે પ્રેમભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ સાથે તેણે જેકલીનના જન્મદિવસ પર સુપર સરપ્રાઈઝ આપવાની વાત પણ કરી છે અને તેની સરપ્રાઈઝ પૂરી કરવાનું વચન પણ આપ્યું છે.
સુકેશના પત્રની વાત કરીએ તો તેની શરૂઆત માય લવ, માય બેબી જેકલીનથી થઈ હતી. સુકેશે આગળ લખ્યું છે કે તેણે જેકલીનને ફિલ્મફેર એવોર્ડ્સમાં જોઈ, તેનું પરફોર્મન્સ તેનો ડાન્સ બધું જ ક્લાસી, એલિગન્ટ, સુપર હોટ હતું. જેના કારણે તે ફરી જેકલીનના પ્રેમમાં પડ્યો હતો. સુકેશ મુજબ જેકલીનને પોતાની લાઈફમાં લાવી ખુબ ખુશ છે.તે પોતાની લેડી લવને ખુબ મિસ કરી રહ્યો છે. આ સિવાય તેમણે જેકલીનને જન્મદિવસ પર એક સુપર સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. જેને લઈ તે ખુબ ખુશ છે. સુકેશે પત્રમાં પોતાનું વચન નિભાવવાની વાત કરતો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ લેટર સુકેશ ચંદ્રશેખરે પોતાના જન્મદિવસ પર લખ્યો હતો. પોતાની વાત પૂરી કરતાં સુકેશે લખ્યું હતું કે, હું તને ખૂબ જ મિસ કરી રહ્યો છું. હું તારી એનર્જીને મિસ કરી રહ્યો છું. મારી પાસે કોઈ શબ્દ નથી મારી લાગણીઓને વ્યક્ત કરવા માટે. તેણે આગળ પત્રમાં એવું પણ લખ્યું છે કે જેકલીનને પોતાના પ્રેમ માટે કોઈને સબુત આપવાની જરુર નથી. મારો તારા પર પૂરો વિશ્વાસ કરે છે.