Homeદેશ વિદેશપેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે આ સુવિધા, તમને આમાંથી કેટલી સુવિધાઓ...

પેટ્રોલ પંપ પર ફ્રીમાં મળે છે આ સુવિધા, તમને આમાંથી કેટલી સુવિધાઓ વિશે ખબર છે?

દેશમાં એવી કેટલીય સગવડો કે સુવિધાઓ આપવામાં આવતી હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ. આજે અમે અહીં તમને પેટ્રોલ પંપ પર આપવામાં આવતી કેટલીક એવી સુવિધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને બિલકુલ ફ્રીમાં મળે છે. પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીઓ સમય-સમય પર આ સુવિધાઓની જાણકારી આપતી આવતી જ હોય છે, તેમ છતાં પણ કેટલીક વાર લોકો આ સુવિધાથી અજાણ રહેતા હોય છે તો આવો જાણીએ કે કઇ-કઇ સુવિધાઓ પેટ્રોલ પંપ પર ફ્રીમાં આપને મળતી હોય છે…

એર ફેસિલિટી
સૌથી પહેલી અને મહત્ત્વની સુવિધા છે આ. તમે જોયું જ હશે કે દરેક પેટ્રોલ પંપ પર એક એર ફીલિંગ મશીન મૂકવામાં આવેલું હોય છે અને પેટ્રોલ પંપ પર આપવામાં આવતી ફ્રીની સુવિધાઓમાંથી એક છે. દરેક પેટ્રોલ પંપ માલિકે આ મશીન લગાવવું પડશે, જેને કારણે પેટ્રોલ કે ડીઝલ ભરાવવા આવતા લોકો ઇચ્છે તો તેમની ગાડીના ટાયરમાં હવા ભરાવી શકે છે. આ સેવા માટે કોઈ પણ પૈસા ચૂકવવા પડતા નથી. આ કામ માટે પંપ માલિક વતી એક વ્યક્તિને પણ રાખવામાં આવે છે. તમે હવાને મફતમાં ભરી શકો છો અને પંપ તેના માટે પૈસા માંગી શકે નહીં.

ઇમરજન્સી કોલિંગની સુવિધા
જો તમારો મોબાઇલ ફોન ખરાબ થઈ ગયો છે કે એની બેટરી ડાઉન થઈ ગઈ છે અને તમારે કોઈ સાથે કમ્યુનિકેશન કરવું છે તો તમારી આ સમસ્યાનું સમાધાન તમને પેટ્રોલ પંપ પર જોવા મળી શકે છે. જો તમારે ઇમરજન્સી કોલ કરવો હોય પેટ્રોલ પંપ પર ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી છે અને તમે પેટ્રોલ પંપ પરથી ફ્રી કોલિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકો છો.

ફર્સ્ટ એડ બોક્સની સુવિધા
ફર્સ્ટ એડ બોક્સ સર્વિસ એ એક એવી સર્વિસ છે કે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. દરેક પેટ્રોલ પંપ પર ફસ્ટ એડ બોક્સની સુવિધા એ અનિવાર્ય છે અને જરુર પડ્યે એનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. તો હવે ક્યારેય પણ આ પ્રકારની સુવિધાની જરુર પડે અને પેટ્રોલ પં૫ નજીક હોય તો ફ્રીમાં સુવિધાનો લાભ લઈ શકો છો.

પેટ્રોલ અને ડીઝલનું બિલ લેવાનો અધિકાર
પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા બાદ તમને બિલ લેવાનો અધિકાર છે. જો કોઈ કારણ સર પેટ્રોલ પંપ માલિક કે તેના એજન્ટ તમને બિલ આપવાની મનાઈ કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

પીવાનું પાણી પણ છે જરૂરી
પેટ્રોલ પંપ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ દરેક પેટ્રોલ પંપના માલિક માટે ફરજિયાત છે. જે લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવે છે તેઓ પેટ્રોલ પંપ પરથી ફ્રીમાં પાણી માંગી શકે છે. આ માટે, પંપ માલિકો આરઓ અથવા પ્યુરિફાયર્સ ઇન્સ્ટોલ કરે છે. કેટલાક પંપ પર રેફ્રિજરેટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જ્યાં લોકો ઠંડુ પાણી પી શકે છે. આ પણ પેટ્રોલ પંપ પર મળતી ફ્રી સર્વિસનો પણ એક ભાગ છે.

ક્વોલિટી ચેક
તમને પેટ્રોલ પંપ પર પણ અધિકાર મળે છે કે તમને મળતા પેટ્રોલને ચેક કરાવી શકો છો. આમાં તમે ક્વોલિટીની સાથે ક્વોન્ટિટીની તપાસ પણ કરી શકો છો. આ સિવાય પેટ્રોલ પંપ પર બીજી ઘણી સુવિધાઓ છે જે જાળવવી પડે છે. રેતી ભરેલી ડોલ અથવા ફાયર સેફ્ટી સ્પ્રે સહિતના અગ્નિશામક ઉપકરણો.

ફરિયાદ પેટી અથવા રજિસ્ટર
જો તમે પેટ્રોલ પંપ પર કોઈ સુવિધાથી અસંતુષ્ટ છો તો તમે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી કે રજિસ્ટરમાં આ અંગેની ફરિયાદ કરી શકો છો.આ સિવાય કોઈપણ ગ્રાહક પોતાનો પ્રતિભાવ લખી શકે છે..પણ જરૂરી છે કે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી હોવી જરૂરી છે.

ફાયર સેફ્ટીના સાધનો
દરેક પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટી ડિવાઈસ હોવા જરૂરી છે અને સાથે જ રેતી ભરેલી ડોલ હોવી જરૂરી છે… જેથી આગ લાગવાની પરિસ્થિતમાં સાઘનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવીને કોઈ મોટી દૂર્ધટના ટાળી શકાય છે.

ફ્રી શૌચાલયની સુવિધા
પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા બિલકુલ ફ્રી હોય છે અને એના માટે તમારે કોઇ પણ પ્રકારની કિંમત ચૂકવવાની રહેતી નથી અને આ નિર્ણય સરકાર દ્વારા જ લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -