મુંબઈઃ ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કર પર તેમનાં માતા મિનલ ગાવસ્કરના નિધનથી દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. મીના ગાવસ્કરનું આજે મુંબઈમાં નિધન થયું હતું. માતાના નિધનના સમાચાર મળ્યા બાદ પણ ગાવસ્કરે કમેન્ટરી આપવાની પોતાની ફરજ પૂરી કરી હતી.
95 વર્ષીય મીનલ ગાવસ્કર છેલ્લાં કેટલાય દિવસથી બીમાર હતા. ભારત અને બાંગલાદેશ વચ્ચેની ટેસ્ટ મેચના ચોથા દિવસે જ્યારે સુનીલ ગાવસ્કર કમેન્ટરી આપી રહ્યા હતા. દિવસની પહેલી ઈનિંગમાં ભારતે વિજય મેળવ્યો હતો. માતાના નિધનના સમચાર ગાવસ્કરને સવારે જ મળી ગયા હતા, પણ તેમ છતાં તેમણે કમેન્ટરી આપીને પોતાની ફરજ બજાવી હતી.