પીઢ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની હાર્ટ સર્જરીની તબિયતને લઈને ભટ્ટ અને કપૂર પરિવારમાં ચિંતાનો માહોલ છે. મહેશ ભટ્ટે હાલમાં જ હાર્ટ સર્જરી કરાવી છે. થોડા દિવસો પહેલા તેમની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ગયા મહિને મહેશનું હાર્ટ ચેકઅપ થયું ત્યારે તેમને સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી. 4 દિવસ પહેલા મુંબઈની એક હોસ્પિટલમાં તેમની સર્જરી થઈ હતી.
મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટે જણાવ્યું હતું કે, તેના પિતાને 4 દિવસ પહેલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની હાર્ટ સર્જરી થઈ હતી. હવે તેઓ ઘરે પાછો ફર્યા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.
મહેશ ભટ્ટના સ્વાસ્થ્ય અંગે તેમની પત્ની અને પુત્રી આલિયા ભટ્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ગયા વર્ષે ભટ્ટના સગા બનેલા કપૂર પરિવાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મહેશ ભટ્ટ ગયા વર્ષે નવેમ્બરમાં નાના બન્યા હતા. તેમની પુત્રી આલિયાએ સુંદર બાળકી રાહાને જન્મ આપ્યો હતો.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો મહેશ ભટ્ટ તેમના આગામી પ્રોજેક્ટ ‘1920: હોરર્સ ઓફ હાર્ટ’ની તૈયારી કરી રહ્યા છે. તેમની ફિલ્મમાં ટીવી સિરિયલ ‘બાલિકા વધૂ’માં તેના અભિનયથી બધાનું ધ્યાન ખેંચનારી અવિકા ગોર જોવા મળશે. અવિકા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.