Homeદેશ વિદેશઆ ભારતીય ક્રિકેટરે રચ્યો ઇતિહાસ

આ ભારતીય ક્રિકેટરે રચ્યો ઇતિહાસ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટી-20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો છે. તેણે આ ઇતિહાસ વર્લ્ડ કપની મેચમાં આયર્લેન્ડ સામે રમતા રચ્યો છે. હરમનપ્રીતે તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારર્કિર્દીની 150મી મેચ રમી હતી. તે આવું કરનાર દુનિયાની પ્રથમ ખેલાડી બની ગઇ છે. આ પહેલા પુરૂષ કે મહિલામાં વિશ્વનો કોઇ ખેલાડી 150 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી શક્યો નથી. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા 148 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.
આ ઉપરાંત હરમનપ્રીત કૌર સોમવારે GQEBERHAમાં આયર્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2023 મેચ દરમિયાન 3000 રન બનાવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી પણ બની હતી. ભારતીય સુકાની હરમનપ્રીત જ્યારે 10 બોલમાં આઠ રન પર પહોંચી ત્યારે તેણે સીમાચિહ્ન પાર કર્યો હતો. 33 વર્ષીય સુઝી બેટ્સ, મેગ લેનિંગ અને સ્ટેફની ટેલર પછી આ સિદ્ધિ મેળવનારી તે ચોથી મહિલા છે. હરમનપ્રીત વિરાટ કોહલી અને રોહિત શર્માને બાદ ત્રીજી ભારતીય છે . ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ T20I સ્કોર (103)નો રેકોર્ડ પણ હરમનપ્રીતના નામે છે. તે WT20I માં ભારતની અગ્રણી સિક્સ-હિટર પણ છે, જેણે 70 થી વધુ સિક્સ ફટકારી છે.
હરમનપ્રીતને તાજેતરમાં મહિલા પ્રીમિયર લીગ માટે મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કરી છે. પાંચ ટીમોની ટૂર્નામેન્ટ ભારતમાં 4 માર્ચથી શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -