સલમાન ખાનની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું એક ગીત હાલમાં જ રીલિઝ થયું છે અને લોકપ્રિય બન્યું છે. આ ગીત સલમાન ખાન, વેંકટેશ દુગ્ગાબાટી, રામ ચરણ અને પૂજા હેગડે પર ફિલ્માવવામાં આવ્યું છે. વિશાલ દદલાની અને પાયલ દેવ દ્વારા ગાવામાં આવેલું આ ગીત બધાને ભલે ગમે પણ ક્રિકેટર લક્ષ્મણ શિવરામક્રિશ્નનને નથી ગમ્યું અને તેણે સલમાન સહિત તમામને ભારે ઝાટકી નાખ્યા છે.
બન્યુ એમ કે ટ્વીટર યુઝરે સલમાનના આ ગીતની એક ક્લિપ પોસ્ટ કરી હતી. તેને જોઈ લક્ષ્મણે ટ્વીટ કર્યું કે આ ખૂબ જ અનુચિત છે અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિને અપમાનીત કરનારું છે. સલમાને જે પહેરી છે તે લુંગી નહીં ધોતી છે. એક શાસ્ત્રીય વસ્ત્ર છે જે ખરાબ રીતે બતાવવામાં આવ્યું છે. તેમની ટ્વીટ બાદ એક યુઝરે એમ પણ લખ્યું કે મંદિરના પરિસરમાં ચપ્પલ પહેરીને…રેટિંગ મળવી જોઈએ નહીં.
This is highly ridiculous and degrading our South Indian culture. This is not a LUNGI , THIS IS A DHOTI. A classical outfit which is being shown in a DISGUSTING MANNER https://t.co/c9E0T2gf2d
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) April 8, 2023
“>
લક્ષ્મણે તેની ટ્વીટ પર કોમેન્ટ કરી ફરી લખ્યું કે આજકાલ લોકો પૈસા માટે કંઈપણ કરે છે. શું તે નથી જાણતા કે ધોતી અને લૂંગીમાં શુ ફરક છે. જો આ સેટ હોય તો પણ તેમાં મંદિર દર્શાવામાં આવ્યું છે આથી લોકોને ખબર હોવી જોઈએ કે આમ ન કરાય. તેમણે સીબીએફસીને અપીલ કરી છે કે આના પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરે. લક્ષ્મણે ધોતી અને લૂંગીના ફોટો પણ શેર કર્યા છે.
These are Dhotis pic.twitter.com/MaNuJVw8jE
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) April 8, 2023
These are Lungis, which is a night wear pic.twitter.com/c1T4Ol05vm
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) April 8, 2023
“>
સલમાનની આ ફિલ્મ અજિત કુમારની તમીળ ફિલ્મ વીરમ પર આધારિત છે. ઈદના દિવસે આ ફિલ્મ રીલિઝ થવાની છે. દક્ષિણ ભારતીય લોકો પોતાની ભાષા, પોષાક અને પરંપરાને લઈ ઘણા ચુસ્ત હોય છે. સફેદ કે ઓફ વાઈટ કલરના વસ્ત્રો, જેમાં ગોલ્ડન બોર્ડર હોય તે ધાર્મિક કે શુભ પ્રસંગોમાં પહેરાતા હોય છે.
હવે સવાલ એ છે કે લક્ષ્મણે શરૂ કરેલો આ વિવાદ કેટલો ચાલશે અને તે ફિલ્મની વધારે પબ્લિસિટી કરશે કે પછી નિર્માતાઓ પર કોઈ દબાણ લાવશે ?