બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિસ જીત બાદ કોંગ્રેસ (કોંગ્રેસ)માં મુખ્ય પ્રધાન (CM) ના નામને લઈને પોસ્ટર વોર શરૂ બાદ હવે ડીકે શિવકુમારના સમર્થકોએ મુખ્યપ્રધાન બનાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. શિવકુમારને સીએમ બનાવવા માટે વોક્કાલિગા સમુદાય જાહેરમાં તેમને સીએમ બનાવવાના પ્રયાસ હાથ ધર્યા છે, જ્યારે તેઓ ડેસીએમ (નાયબ મુખ્ય પ્રધાન તરીકે પણ) જોવાના મૂડમાં નથી.
કર્ણાટકની ચૂંટણીમાં મજબૂત નેતા તરીકે સિદ્ધારમૈયાની સાથે સાથે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર મુખ્ય દાવેદાર છે. ડીકે શિવકુમારને વધારે વિધાનસભ્યોનું સમર્થન છે. ડીકે શિવકુમાર કેમ્પમાં 68 વિધાનસભ્ય છે, જ્યારે સિદ્ધારમૈયાને 59નું સમર્થન છે. આ ઉપરાંત, આઠ વિધાનસભ્યને જી. પરમેશ્વરનો ટેકો છે. હાલના તબક્કે કર્ણાટક કોંગ્રેસમાં ચાર ફોર્મ્યુલા પર ચર્ચા થવાની અટકળો રાખવામાં આવે છે, જેમાં સૌથી પહેલા સીએમ રેસમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા, સામાજિક જન આદેશને કારણે આગળ છે. તેમની સાથે અલગ-અલગ સમાજમાંથી ત્રણ ડેપ્યુટી સીએમ બનાવી શકાય છે. વોક્કાલિગા સમુદાયમાંથી ડીકે શિવકુમાર, લિંગાયત સમુદાયમાંથી એમબી પાટીલ અને દલિત સમુદાયમાંથી જી પરમેશ્વર સંભવિત નામો છે. જો ત્રણ નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો ડીકેને સૌથી મહત્વપૂર્ણ મંત્રાલય મળશે. જો ડીકે જ નાયબ મુખ્ય પ્રધાન બને છે તો એમબી પાટીલ અને જી પરમેશ્વરાને કેબિનેટમાં મહત્વપૂર્ણ વિભાગો આપવામાં આવી શકે છે. ડીકે શિવકુમાર મુખ્ય પ્રધાન બનવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે બમ્પર જીત નોંધાવી છે, પરંતુ તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો છે. ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ સરકાર સામે 40 ટકા કમિશન ભ્રષ્ટાચારનું અભિયાન ચલાવ્યું હતું. આવી સ્થિતિમાં કોંગ્રેસ સ્પષ્ટ છબિ ધરાવતા નેતાને મુખ્ય પ્રધાન બનાવવા માંગે છે. જોકે, ડીકે શિવકુમારની દલીલ છે કે તેમની સામે નોંધાયેલા કેસ રાજકીય રીતે પ્રેરિત છે. 104 દિવસ જેલની હવા ખાઈને આવેલા શિવકુમારને જામીન પર છોડવામાં આવ્યા છે, જ્યારે તેઓ અબજો રુપિયાની સંપત્તિના માલિક છે.
ત્રીજું, જો ડીકે શિવકુમાર ભ્રષ્ટાચારના આરોપોને કારણે સીએમની રેસમાં પાછળ રહી જાય છે અને તેઓ સિદ્ધારમૈયાના નામને વીટો કરે છે, તો જી પરમેશ્વર માટે લોટરી લાગી શકે છે. જી પરમેશ્વર અને ડીકે શિવકુમાર વચ્ચે અઢી વર્ષની ફોર્મ્યુલા લાગુ કરી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે પરમેશ્વર ખડગેની પસંદનો પણ ઉલ્લેખ છે. ચોથા કોંગ્રેસના લગભગ 37 ધારાસભ્યો લિંગાયત સમુદાયના છે. આવી સ્થિતિમાં લિંગાયત નેતા એમબી પાટીલ પણ છુપાયેલા રૂસ્તમ સાબિત થઈ શકે છે.
આજે કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં નિરીક્ષકો વિધાનસભ્યોના અભિપ્રાય સાંભળશે અને ત્યારબાદ નેતા એટલે કે મુખ્ય પ્રધાન તરીકેની પસંદગી માટે હાઈકમાન્ડને અધિકૃત કરવામાં આવશે. સુપરવાઈઝરના રિપોર્ટ પર કોંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે પાર્ટી અધ્યક્ષ અને ગાંધી પરિવાર મંથન કર્યા બાદ મુખ્ય પ્રધાન નક્કી કરવામાં આવશે.