Homeઆમચી મુંબઈપ્રદૂષણનું હોટસ્પોટ બન્યું મુંબઇનું આ કમર્શિયલ હબ

પ્રદૂષણનું હોટસ્પોટ બન્યું મુંબઇનું આ કમર્શિયલ હબ

મુંબઇનું પ્રથમ આયોજિત કમર્શિયલ હબ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પ્રદૂષણનું હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તાર પ્રદૂષણની બાબતમાં ટોચ પર છે. અહીં પ્રદૂષણનું સ્તર સલામત મર્યાદા કરતાં બમણા કરતાં પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. હવાની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા SAFAR અનુસાર, 10 મોનિટરિંગ સ્ટેશનોમાંથી, BKC વાયુ પ્રદૂષણની દ્રષ્ટિએ સૌથી ખરાબ છે. આ પછી પશ્ચિમી ઉપનગર અંધેરી અને પૂર્વ ઉપનગર ચેમ્બુરની હવા પણ ઘણી પ્રદૂષિત જોવા મળી છે.
BKCમાં ખાનગી અને ઘણી સરકારી એજન્સીઓની ઓફિસ પણ છે. જેના કારણે અહીં ખાનગી વાહનોની અવરજવર વધુ રહે છે. MMRDA દ્વારા સ્થપાયેલા આ હબમાં ઘણી સરકારી યોજનાઓના નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યા છે. અહીં ફ્લાયઓવર પણ બનાવવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ શરૂ થશે. જેના કારણે અહીં પ્રદૂષણની સમસ્યા વધુ વકરશે.
ડૉક્ટરો જણાવે છે કે પ્રદૂષણ ફેફસાં, હૃદય, નર્વસ સિસ્ટમ, મગજ, પાચનતંત્ર અને ત્વચાને અસર કરે છે. જેના કારણે અસ્થમા, અન્ય શ્વસન સંબંધી રોગો, કેન્સર, હૃદયરોગ અને લકવો થવાનો ખતરો રહે છે. વધતા પ્રદૂષણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.
અહીં વધતા જતા વાયુ પ્રદૂષણને ટાળવા માટે ખાનગી વાહનોની અવરજવરને મર્યાદિત કરવા જોઇએ અને જાહેર વાહનોના વધુ ઉપયોગ માટે વ્યૂહરચના બનાવવી જોઇએ. તે ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઇએ અને બાંધકામ સ્થળ પર જ ઉત્પન્ન થતી ધૂળના નિકાલ માટે વિશેષ પગલાં લેવા જોઈએ, એવું એમપીસીબીના જોઇન્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -