બોલીવૂડનો ચોકલેટ બોય કાર્તિક આર્યન આજે એટલે કે 22 નવેમ્બરે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાએ તેનો ખાસ દિવસ મિત્રો સાથે નહીં પરંતુ તેના માતાપિતા સાથે ઉજવ્યો હતો. અભિનેતાને સરપ્રાઇઝ આપવા માટે તેના માતાપિતા ચોકલેટ કેક સાથે અડધી રાત્રે કાર્તિક પાસે પહોંચ્યા હતા અને પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી, જેની તસવીરો અભિનેતાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કાર્તિક આર્યનના જન્મદિવસની ઉજવણીમાં તેના પાળતુ શ્વાન કટોરી પણ સામેલ હતો. અભિનેતાના જન્મદિવસના ફોટામાં, કટોરી પણ કેક કટિંગ દરમિયાન કાર્તિક અને તેના માતા-પિતા સાથે મસ્તી કરતી જોવા મળે છે. જન્મદિવસના આ અવસર પર ખાસ સજાવટ પણ જોઈ શકાય છે, જેમાં કાર્તિકના ઉપનામ સાથે “લવ યુ કોકી” લખેલું છે. પોસ્ટ શેર કરતા કાર્તિકે કેપ્શનમાં લખ્યું, “દરેક જન્મમાં હું તમારા પુત્ર કોકી તરીકે જન્મવા માંગુ છું. જન્મદિવસના આ સુંદર સરપ્રાઈઝ માટે આભાર – મમ્મી – પાપા, કટોરી અને કોકી.”
ઘણા સ્ટાર્સ અને ફેન્સે પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં કાર્તિક આર્યનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આમાં આયુષ્માન ખુરાના, ફરાહ ખાન, રકુલ પ્રીત સિંહ અને મનીષ મલ્હોત્રા જેવા સેલેબ્સનો સમાવેશ થાય છે, પરંતુ કૃતિ સેનનની ટિપ્પણીએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. કાર્તિકને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા, કૃતિએ કહ્યું, “જન્મદિવસની શુભકામનાઓ બંટુ…મારી પાસે તમારી માટે શ્રેષ્ઠ ભેટ છે…સ્ટે કનેક્ટેડ.”
વેલ, કૃતિ સેનનની બર્થ ડે બોયને ખાસ ભેટ શું હશે એની આપણે પ્રતિક્ષા કરીએ.