જો કોઈ તમને કોઈ પૂછે કે દુનિયાની સૌથી સુરક્ષિત ઈમારત કઈ છે, તો કદાચ તમારો જવાબ હશે વ્હાઇટ હાઉસ, કારણ કે આપણામાંથી ઘણા લોકોનું એવું માનવું છે અમેરિકાનું વ્હાઇટ હાઉસમાં વિશ્વમાં સૌથી વધુ સુરક્ષિત ઈમારત છે, પણ હકીકતમાં એવું નથી. વ્હાઇટ હાઉસની કડક સુરક્ષાના કિસ્સા તો આપણામાંથી ઘણા લોકોએ સાંભળ્યા હશે, પણ તેમ છતાં સુરક્ષાની દૃષ્ટિએ તેને બીજી ઇમારત સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે દુનિયાની સૌથી સુરક્ષિત માનવામાં આવતી પહેલી જગ્યા પણ અમેરિકામાં જ આવેલી છે.
હવે આ વાંચીને તમને એવા સવાલો થતાં હશે કે આખરે આખરે આ બિલ્ડિંગમાં કેટલી સુરક્ષા છે અને કયા કારણોસર આ બિલ્ડિંગમાં આટલી સુરક્ષા રાખવામાં આવી છે. તો ચાલો જાણીએ આ પાછળનું કારણ. આ ઈમારત વિશે અને આ ઈમારતમાં રાખવામાં આવેલી વસ્તુઓ વિશે જાણીએ અને આ જાણ્યા પછી જ તમને ખ્યાલ આવશે કે આ ઈમારતની સુરક્ષા આટલી મહત્વની કેમ છે.
દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા કે ઈમારતની વાત કરીએ તો આ જગ્યાનું નામ ફોર્ટ નોક્સ છે. વ્હાઈટ હાઉસની પહેલાં ફોર્ટ નોક્સને દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને અહીં ઘણી સુરક્ષા છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં યુએસ રિઝર્વ રાખવામાં આવ્યું છે. સાવ સીધા શબ્દોમાં કહીએ તો, અહીં રિઝર્વ ગોલ્ડ રાખવામાં આવે છે.
તમારી જાણ માટે કે અમેરિકાનું સોનું અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવે છે, જેમાં એક રિઝર્વ ફોર્ટ નોક્સ છે. અમેરિકન વેબસાઈટ્સ પર આપવમાં આવેલી માહિતી અનુસાર, ફોર્ટ નોક્સ સિવાય વર્કિંગ સ્ટોક, ડેનવર, વેસ્ટ પોઈન્ટમાં પણ સોનું રાખવામાં આવે છે, પરંતુ અહીં સૌથી વધુ જથ્થો રાખવામાં આવ્યો છે, જેના કારણે અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.
આવી પરિસ્થિતિમાં, આ સોનાની સુરક્ષા માટે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ સુરક્ષા વિવિધ સ્તરોમાં વહેંચવામાં આવી છે. આ સુરક્ષામાં હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અહીંની સુરક્ષા વ્યવસ્થા એવી છે કે કોઈ વ્યક્તિ ઈચ્છે તો પણ આ ઈમારતમાં પરવાનગી વિના પ્રવેશી શકે નહીં. રિઝર્વ સુધી પહોંચવા માટે અલગ-અલગ લોકોનું એકસાથે હોવું ખૂબ જ જરૂરી છે, ત્યાર બાદ જ રિઝર્વમાં પ્રવેશી શકાય છે. ફોર્ટ નોક્સ કાંટાળા તારથી ઘેરાયેલું છે અને બહુવિધ એલાર્મ અને અપાચે હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત છે.
હવે વાત કરીએ અહીં કેટલું સોનું મૂકવામાં આવ્યું છે એની તો અહેવાલો અનુસાર, અહીં લગભગ 4583 મેટ્રિક ટન સોનું રાખવામાં આવ્યું છે, જેની કિંમત 290 અબજ ડોલરથી વધુ છે. આ પ્રોપર્ટીમાં કોઈને પ્રવેશવાની પરવાનગી આપવામાં નથી આવી. આ સોનું ગોલ્ડ બારના રૂપમાં રાખવામાં આવે છે, જેની સાઈઝ 7 બાય 3 અને 5 બાય 8 ઈંચ સુધીની હોય છે.