દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર વધી ગયો છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ કિરણ ખેર અને પૂજા ભટ્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને ટીવી અભિનેત્રી માહી વિજ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
માહી વિજે સોશિયલ મીડિયા દ્વારા પોતાના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. એક વીડિયો શેર કરતી વખતે અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘રિઝલ્ટ આવ્યાને ચાર દિવસ થયા છે, હું કોવિડ પોઝિટિવ છું. મને તાવ અને અન્ય લક્ષણો આવતાં જ મેં ટેસ્ટ કરાવ્યો. બધાએ મને કહ્યું કે આ ફ્લૂ નથી, હવામાન બદલાઈ રહ્યું છે, પરંતુ હું માત્ર સલામત રહેવા માંગતી હતી, કારણ કે મારા ઘરે બાળકો છે.
માહી વિજે જણાવ્યું કે હાલમાં તે પોતાના બાળકોથી દૂર છે. આ રીતે રહીને તેને રડવું આવે છે. આ પ્રથમ કોવિડ કરતાં વધુ ખતરનાક છે. હું થોડા દિવસો સુધી શ્વાસ લઈ શકતી ન હતી. કોવિડમાં પહેલા આવી તકલીફ નહોતી થઇ. હું ફક્ત એટલું જ કહીશ કે સુરક્ષિત રહો.
આ ઉપરાંત શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી મળી છે. હાલમાં તે તેના પરિવારથી દૂર એકલતામાં છે. જો કે, હજુ સુધી શિલ્પા કે રાજે આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.