મુંબઈઃ ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક હંમેશાં સોશિયલ મીડિયામાં છવાયેલું રહે છે, જેમાં પોતાની વ્યક્તિગત ફેશન સ્ટાઈલ કે બોલ્ડ લૂકના ફોટોગ્રાફ, વીડિયોનું નામ લેવાય છે. નેહા મલિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે, જેને જોઈને તેના ચાહકોના હોશ ઉડી ગયા છે. બિકિની લૂકમાં શેર કરેલા વીડિયોને જોઈને લોકો તેના ગ્લેમર લૂકથી અંજાઈ ગયા છે.
રેડ કલરની બિકિનીમાં જોવા મળતી નેહા મલિક જોરદાર બોલ્ડ લાગે છે. નેહા પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરીને લોકોના હોશ ઉડાવી નાખ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેના ચાહકોએ મન ભરીને તેની પ્રશંસા કરી હતી.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં નેહા મલિકે લખ્યું બેબી શો મી યુ કેન કામ ડાઉન. તેને પોસ્ટ પણ જોરદાર વાઈરલ થઈ છે. એક યૂઝરે લખ્યું હતું કે તમારાથી બોલ્ડ કોઈ નથી. બીજા કોઈ યૂઝરે લખ્યું હતું કે બહુ સુંદર, જ્યારે ત્રીજા એક યૂઝરે લખ્યું હતું કે લાલ પરી. એના સિવાય બીજા યૂઝરે લખ્યું હતું કે હાર્ટ ઈમોજી આપીને પ્રતિક્રિયા આપી હતી.
અહીં એ જણાવવાનું કે નેહા મલિક હંમેશાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, જેના બોલ્ડ લૂકને લોકો વધારે પસંદ કરે છે. નેહા મલિકને સોશિયલ મીડિયા સેન્સેશનલ ક્વીન કહે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેને 39 લાખ લોકો ફોલો કરે છે, જ્યારે ભોજપુરી ફિલ્મોમાં સૌથી વધારે જાણીતી છે.