આજે આખી દુનિયામાં મધર્સ ડેની ઊજવણી કરવામાં આવી રહી છે અને જન્મદાત્રી માતાના માનમાં ઉજવવામાં આવી રહેલાં આ મધર્સ ડેના દિવસે માતા પ્રત્યેનું ઋણ માટે આભાર વ્યક્ત કરે છે. મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવવામાં આવે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત મોટાભાગના દેશોમાં આજે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. આજે આપણે અહીં બોલીવુડની કેટલીક એવી એકટ્રેસ વિશે વાત કરીશું જેઓ હાલમાં જ માતા બની છે અને તેઓ તેમનો પહેલો મધર્સ ડે ઊજવી રહી છે. એક માતા હોવાની સાથે સાથે આ માનુનીઓ એક સક્સેસફૂલ એક્ટ્રેસ પણ છે.
આલિયા ભટ્ટ
આ યાદીમાં પહેલું નામ આવે છે એક્ટ્રેસ આલિયા ભટ્ટનું. આલુબેબી આ વર્ષે તેનો પહેલો મધર્સ ડે સેલિબ્રેટ કરી રહી છે. આલિયાએ ગયા વર્ષે નવેમ્બરમાં એક બાળકીને જન્મ આપ્યો હતો અને આલિયાએ એક Instagram પોસ્ટ દ્વારા આ સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા. પોસ્ટમાં તેણે કહ્યું હતું કે અમારા જીવનના શ્રેષ્ઠ સમાચાર, અમારું બાળક આવી ગયું છે… અને તે એક સુંદર દીકરી છે.
સોનમ કપૂર
આલુબેબીથી આગળ વધીએ અને વાત કરીએ બોલીવૂડની ફેશનિસ્ટા સોનમ કપૂરની. માર્ચ 2022માં આનંદ અને સોનમે પ્રેગ્નેન્સી જાહેર કરી હતી અને 20મી ઓગસ્ટ 2022ના રોજ, દંપતીએ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. કપલે પોતાના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે.
બિપાશા બાસુ
બિપાશા અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર પણ તેમના લગ્નના 6 વર્ષ પછી ગયા વર્ષે 12મી નવેમ્બરના રોજ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. બિપાશાએ પુત્રીના નામની ઘોષણા કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં બિપ્સે લખ્યું હતું કે 12.11.2022. દેવી બાસુ સિંહ ગ્રોવર અમારા પ્રેમ અને માના આશીર્વાદની સાથે સાથે લાગણીનું પ્રતિક છે.
કાજલ અગ્રવાલ
‘સિંઘમ’ ગર્લ કાજલ અગ્રવાલ અને તેના પતિ ગૌતમે 19 એપ્રિલ, 2022 ના રોજ તેમના બાળક નીલનું સ્વાગત કર્યું. એક્ટ્રેસ સામાન્ય રીતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેના બાળકના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
ગૌહર ખાન
લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ અને એકદમ લેટેસ્ટ માતા બનેલી ટીવી એક્ટ્રેસ ગૌહર ખાનને કઈ રીતે ભૂલી શકાય. ગૌહર ખાન બી-ટાઉનની સૌથી નવી મમ્મી છે. ગૌહર અને તેના પતિ ઝૈદ દરબાર 10 મેના રોજ એક બેબી બોયના માતા-પિતા બન્યા હતા.
View this post on Instagram