રવિવારે તમે ‘એરંગળ જાત્રા’ જવાનો છે? તો તમારી માટે બેસ્ટ ઉપક્રમે વધારાની બેસ્ટની સગવડ ઉપલબ્ધ કરાવી છે, તેનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.
બેસ્ટ દ્વારા મલાડ સ્ટેશન(પશ્ર્ચિમ)થી એરંગળ અને માર્વે બીચથી મઢ જેટ્ટી, માર્વે બીચ તે એરંગળ દરમિયાન બસ રૂટ ૨૭૧ દોડાવવામાં આવશે.
એ સિવાય બોરીવલી (પશ્ર્ચિમ)થી મઢ જેટ્ટી દરમિયાન બસ રૂટ નંબર ૨૬૯ પર સવારના સમયે વધારાની ૨૨ બસ દોડાવવામાં આવવાની છે તો સાંજના સમયે ૪૨ વધારાની બસ દોડાવવામાં આવવાની છે.
આ બસ સવારના છ વાગ્યાથી છોડવામાં આવશે અને સાંજ સુધીમાં દોડાવવામાં આવશે.