GoFirst એરલાઈને આગામી ત્રણ દિવસ માટેનું બુકિંગ બંધ કરી દીધું છે અને આ બાબતે સીઈઓ કૌશિક ખોના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફંડની તીવ્ર તંગીને કારણે 3જી અને 4મી મેના રોજ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. ગોફર્સ્ટ P&W તરફથી એન્જિનની સપ્લાય ન થવાને કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે, જેના પરિણામે 28 એરક્રાફ્ટ ગ્રાઉન્ડ પર જ છે.
બીજી બાજું સાધનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર GoFirst એરલાઇનની 60 ટકાથી વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ થઈ ગઈ છે. આ ફ્લાઈટ્સ ગ્રાઉન્ડેડ હોવાને કારણે ઘણા રૂટ પર એરલાઈન્સ બુકિંગ કેન્સલ થઈ રહી છે. વાડિયાની માલિકીની GoFirst એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના બાકી લેણાંને કારણે 3જી અને 4થી મે માટે ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે.
એરલાઈન્સ દ્વારા અમેરિકન એન્જિન ઉત્પાદક સામે ડેલવેર ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પ્રેટ એન્ડ વ્હિટનીને એરલાઈનને એન્જિન પ્રદાન કરવાનું જણાવવામાં આવ્યું છે છે. જો આવું કરવામાં નિષ્ફળતા મળે તો એરલાઇન બંધ કરવાની ધમકી પણ આપવામાં આવી છે. GoFirstની તરફેણમાં 30મી માર્ચે આપવામાં આવેલા મધ્યસ્થતાના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે જો ઈમરજન્સી એન્જિન આપવામાં ન આવે તો એરલાઈનને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થવાનું જોખમ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એક ઓઇલ માર્કેટિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઇન કેશ એન્ડ કેરી મોડ પર છે, જેનો અર્થ છે કે તે દરરોજ જેટલી ફ્લાઇટ્સ ચલાવે છે તેના માટે તેણે ચૂકવણી કરવી પડશે. જો ચુકવણી કરવામાં ન આવે, તો વેચનાર વ્યવસાય બંધ કરી શકે છે, એવી સમજૂતી કરવામાં આવી છે.
એરલાઇન ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, GoFirstના 30 એરક્રાફ્ટ 31મી માર્ચથી ગ્રાઉન્ડ થયા છે, જેમાં બાકીના લીઝ પેમેન્ટવાળા નવ એરક્રાફ્ટનો સમાવેશ પણ થાય છે. એ જ રીતે, એરલાઇનની વેબસાઇટ અનુસાર, GoFirst પાસે તેના કાફલામાં કુલ 61 એરક્રાફ્ટ છે, જેમાં 56 A320 Neo અને પાંચ A320COનો સમાવેશ થાય છે.