બોલીવૂડ એક્ટ્રેસ જહાન્વી કપૂરની ફેશન સેન્સને લોકો ખૂબ જ પસંદ કરે છે અને તે એના બોલ્ડ લૂકથી ફેન્સના હોશ ઉડાવી દે છે. પણ હાલમાં જ એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું હતું કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.
View this post on Instagram
તાજેતરમાં જ એક્ટ્રેસ મુંબઈમાં યોજાયેલા 68મા ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા પહોંચી હતી. વાયોલેટ કલરના ગાઉનમાં જહાન્વી ખૂબ જ કમાલની લાગી રહી હતી અને હવે જાહ્નવી કપૂરે ખુદ ખુલાસો કર્યો છે કે એવોર્ડ નાઇટ દરમિયાન તેના ગાઉનની ઝિપ બે વખત બગડી ગઈ હતી. આવી સ્થિતિમાં, તેણે ઉતાવળમાં ઝિપ ઠીક કરવી પડી.
જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આઉટફિટમાં ફોટા પોસ્ટ કર્યા છે. જેમાંના એક ફોટોમાં જોવા મળે છે કે જહાન્વી કપૂર ફિલ્મફેરના સ્ટેજ પર પરફોર્મ કરતા પહેલા પગથિયા પર બેઠેલી જોવા મળી રહી છે. જ્યારે અન્ય એક ફોટામાં, જહાન્વી કપૂર કારની અંદર છે અને ટેલર પાછળ બેસીને અભિનેત્રી પોતાનું ગાઉન ઠીક કરાવતી જોવા મળે છે.
આ તસવીરો પોસ્ટ કરીને જહાન્વી કપૂરે આખો કિસ્સો જણાવ્યો હતો કે કઈ રીતે એવોર્ડ નાઈટ દરમિયાન તેના ડ્રેસે બે વખત ધોખો આપ્યો હતો. ફોટોની કેપ્શનમાં તેણે લખ્યું હતું, ‘જ્યારે રેડ કાર્પેટના પાંચ મિનિટ પહેલાં અને સ્ટેજ પરફોર્મન્સના 12 મિનિટ પહેલાં તમારા ગાઉનની ઝિપ ખરાબ થઈ જાય છે.’ અભિનેત્રીની આ પોસ્ટ પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એ જાણીતું છે કે જહાન્વી કપૂરને ફિલ્મફેર એવોર્ડ્સમાં ફિલ્મ મિલી માટે શ્રેષ્ઠ અભિનેત્રી (ફિમેલ) માટે નોમિનેટ કરવામાં આવી હતી, પરંતુ આલિયા ભટ્ટને આ એવોર્ડ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જહાન્વી કપૂર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ NTR 30થી ડેબ્યુ કરવા જઈ રહી છે. અભિનેત્રીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને આ માહિતી આપી હતી. આ સિવાય જહાન્વી કપૂર પાસે ‘બબાલ’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે.
View this post on Instagram