ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેના કામની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ અવાર નવાર લાઇમ લાઇટમાં રહે છે. આ સિવાય એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તે તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે.
ટીવી એક્ટ્રેસ આમના શરીફને ભલે એક્ટિંગની દુનિયાથી દૂર રહી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. આમના શરીફને સીરિયલ કહીં ના કહીં તો હોગાથી એક્ટિંગની દુનિયામાં એક અલગ ઓળખાણ મળી હતી. આ સીરિયલમાં તેણે કશિશનું પાત્ર ભજવ્યું હતું અને તેના કામ માટે તેને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળ્યો હતો.
આમના શરીફ અત્યારે 40 વર્ષની છે પરંતુ તેની ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે નિયમીત યોગા અને કરસત કરતી જોવા મળે છે. હાલમાં જ આમના શરીફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે.
આમના શરીફે વ્હાઈટ કલરનો હાઈ સ્લિટ આઉટફિટ પહેર્યો છે. ખુલ્લા વાળ અને બોલ્ડ મેકઅપ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આમના શરીફની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ આમનાના આ ફોટો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.