બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે મુંબઈમાં સિગ્નેચર આઈલેન્ડ ખાતેનો તેનો લક્ઝરી એપાર્ટમેન્ટ રૂ. 32 કરોડમાં વેચ્યો છે. સોનમનો આ ફ્લેટ ત્રીજા માળ પર છે, જેનો બિલ્ટ-અપ વિસ્તાર 5,533 ચોરસ ફૂટ છે. આ ફ્લેટ માટે રૂ. 1.95 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી, એમ 29 ડિસેમ્બર, 2022 ના રોજ નોંધણી કરાવવામાં આવેલા દસ્તાવેજો માટે જાણવા મળ્યું છે.
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પાસેનો ફ્લેટ ચાર કાર પાર્કિંગ સ્લોટ ધરાવે છે. આ ફ્લેટ SMF Infrastructure Pvt Ltd. નામની કંપનીએ ખરીદ્યો છે. સ્થાનિક બ્રોકર્સે જણાવ્યું હતું કે અભિનેત્રીએ 2015માં લગભગ રૂ. 17-18 કરોડમાં એપાર્ટમેન્ટ ખરીદ્યું હોઈ શકે છે અને તેણે જે ભાવે એપાર્ટમેન્ટ વેચ્યો છે તે વાજબી છે. હાલમાં અહીંનો ભાવ લગભગ રૂ. 60,000 પ્રતિ ચોરસ ફૂટ છે.
ફેબ્રુઆરી 2022 માં, અભિનેત્રી તેના પતિના નવી દિલ્હીના નિવાસસ્થાનમાંથી લગભગ 2.4 કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાં લૂંટ બાદ સમાચારમાં ચમકી હતી.