બોલીવૂડમાં ઘણી વખત એવું બને છે કે સેલિબ્રિટીઓને જાનથી મારવાની ધમકી મળતી જ હોય છે. હવે બી-ટાઉનની એક્ટ્રેસને જાનથી મારવાની ધમકી મળી છે અને એક્ટ્રેસ મુંબઈ પોલીસ પાસે મદદ માગી છે. અનેક વખત પોતાની વિચિત્ર ડ્રેસિંગ સેન્સ અને સ્પષ્ટ વક્તા નિવેદનોને કારણે, ઉર્ફી જાવેદનું નામ સતત હેડલાઇન્સમાં રહે છે, પરંતુ હાલમાં ઉર્ફી જાવેદ તેને જાનથી મારી નાખવાની મળેલી ધમકીને કારણે ચર્ચામાં છે. ઉર્ફી જાવેદે ખુદ સોશિયલ મીડિયા પર આ બાબતનો ખુલાસો કર્યો હતો કે તેને અજાણ્યા કોલર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઉર્ફીએ આ કારણસરજ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
રવિવારે ઉર્ફી જાવેદે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સ્ટોરીમાં આ બાબતે ઘણી વાતો શેર કરી છે. ઉર્ફીની ઇન્સ્ટા સ્ટોરીમાં એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ પોતાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાનો દાવો કરતી જોવા મળે છે. ધમકીને પગલે એક્ટ્રેસે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એક્ટ્રેસે વીડિયોમાં એવું પણ જણાવ્યું હતું કે તેની પાસે મારી કારનો નંબર છે અને તે વ્યક્તિ મને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આગળની સ્ટોરીમાં ઉર્ફી જાવેદે લખ્યું હતું કે- ‘તો કોઈએ મને નીરજ પાંડેની ઑફિસમાંથી ફોન કર્યો અને કહ્યું કે તે તેમનો આસિસ્ટન્ટ છે અને સર મને મળવા માગે છે.’
ઈન્સ્ટા સ્ટોરીમાં ઉર્ફી જાવેદે આગળ લખ્યું છે કે- ‘એટલે જ મેં કહ્યું કે મીટિંગ પહેલાં પ્રોજેક્ટ્સની તમામ વિગતો જાણવાની જરૂર છે. આના પર કથિત સહાયક ખરેખર ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે મારી હિંમત કેવી રીતે થઈ કે હું નીરજ પાંડેનું અપમાન કરું? તેણે મને કહ્યું છે કે તેને મારી કારનો નંબર અને બધું જ ખબર છે અને હું જે પ્રકારનાં કપડાં પહેરું છું તેના કારણે મને માર મારવો જોઈએ. તેણે આ બધું એટલા માટે કહ્યું કારણ કે મેં વિગતો વિના મીટિંગમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો…