મુંબઈઃ ક્યારેક દુનિયાથી અલિપ્ત થઈ પોતાની દુનિયામાં મસ્ત રહેવામાં મજા છે, પરંતુ દુનિયાની જાકજમાળથી કોઈ દૂર રહી શકતું નથી. આ બધી વાત ખાસ કરીને બોલીવૂડ, ટેલિવૂડની દુનિયાના કલાકારોને લાગુ પડે છે, પરંતુ ખાસ કરીને અભિનેત્રી કે મોડલ તેનાથી દૂર રહી શકતી નથી. વાત કરીએ ટેલિવિઝન સ્ટાર આશા નેગીની. ટેલિવિઝનની દુનિયાથી લગભગ એક વર્ષ સુધી અલગ રહ્યા પછી તાજેતરમાં આશાએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો પોસ્ટ કરીને લાઈમલાઈટમાં આવી ગઈ છે. એક વર્ષથી સ્ક્રીન પરથી ગાયબ થનારી આ અદાકારાએ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયું છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા પોસ્ટમાં લખ્યું છે ‘એક બ્રેકફાસ્ટ ઈન બેડ તો મેં ભી ડીઝર્વ કરતી હું.’ લખીને બોલ્ડ ફોટોએ લોકોના દિલ જીતી લીધા છે. બોલ્ડ ફોટોશૂટમાં ફક્ત વ્હાઈટ કલરની બેડશીટમાં અડધી લપેટાયેલી જોવા મળે છે, જ્યારે ખુલ્લા વાળમાં બેડમાં બેસીને સનસેટને જોઈ રહી છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કરવાની સાથે હજારોએ કમેન્ટ કરી ચૂક્યા છે.
આશા નેગીને કોણ જાણતું નથી. ટેલિવિઝનની એક જમાનાની પવિત્ર રિસ્તાની પૂર્વી દેશમુખનું પાત્ર લોકોમાં જાણીતું બન્યું હતું. પૂર્વી દેશમુખના અભિનયને લોકોએ જોરદાર વખાણ્યો હતો. આ અગાઉ 2009માં મિસ ઉત્તરાખંડ બન્યા પછી લાઈમલાઈટમાં આવી હતી. આ અગાઉ તેને અનેક એડર્વટાઈઝિંગ એજન્સી સાથે પણ કામ કર્યું હતું. પવિત્ર રિસ્તા સિરિયલમાં ફેમસ બન્યા પછી તેણે ખતરો કે ખેલાડી સીઝન છમાં ભાગ લીધો હતો. ‘નચ બલીએ સિક્સ’માં પણ વધારે જાણીતી બની હતી. આ બધા કરતા ઠીક પણ તાજેતરના ફોટો શૂટને લઈ આશા નેગી ફરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.