જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી કેટલીક રાશિઓ છે જે શનિદેવને ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં શનિની સાડાસાતી કે ઢૈયાના સમયે આ રાશિના જાતકો પર ખાસ કંઇ વિપરિત અસર જોવા મળતી નથી. શનિદેવ હંમેશા તેમના પર મહેરબાન જ રહે છે. આવી કેટલીક રાશિ વિશે જાણીએ. જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહોમાં શનિદેવને કર્મના દેવતા ગણવામાં આવે છે, જે તમને તમારા સારા કે ખરાબ કર્મનું ફળ આપે છે. જો તમારા કર્મ સારા હોય તો તમને સારુ ફળ મળે છે, પણ જો તમારા કર્મ ખરાબ હોય તો તમને ખરાબ પરિણામમાં થઈ પસાર થવું પડે છે. પણ રાશિ ચક્રની 12 રાશિઓમાંથી 3 રાશિઓ એવી છે, જેના પર શનિદેવની કૃપા હંમેશા રહે છે.
શનિદેવની માનિતી રાશિઓ
તુલા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ તુલા હોય છે તે લોકો ભાગ્યશાળી અને મહેનતુ હોય છે. શનિદેવની કૃપા તેમના પર નિરંતર વરસતી હોય છે. જો એકાદ વાર ક્યારેક તેઓ નિષ્ફળ જાય તો પણ તેમની નિષ્ફળતા વધુ સમય સુધી નથી ટકતી. તેમને તુરંત સારુ ફળ મળવા જ માંડે છે. શનિદેવ તેમને દરેક પ્રકારની ખુશીઓ આપે છે.
મકર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિને પણ શનિદેવની પ્રિય રાશિ ગણવામાં આવે છે. મકર રાશિના જાતકો પર અશુભ અસર ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે શનિદેવ પોતે મકર રાશિના સ્વામી છે, જેને કારણે જ્યારે શનિ મકર રાશિમાં શુભ સ્થાનમાં હોય છે, ત્યારે આ રાશિના લોકો પોતપોતાના કાર્યક્ષેત્રમાં ઉંચાઈ પ્રાપ્ત કરે છે. શનિના સારા પ્રભાવને કારણે તેમના તમામ કાર્યો કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.
કુંભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિનો શાસક ગ્રહ શનિદેવ છે. કુંભ રાશિ પર શનિદેવની વિશેષ કૃપા હંમેશા બની રહે છે. શનિદેવના પ્રભાવને કારણે કુંભ રાશિના લોકો ધનવાન બને છે. ભગવાન શનિની સાથે સાથે દેવી લક્ષ્મી પણ આ લોકો પર પોતાની કૃપા રાખે છે. કુંભ રાશિના જાતકોને બહુ ઓછી મહેનતે વધુ સફળતા મળે છે. આ લોકોને શનિદેવની કૃપાથી અચાનક ધનની પ્રાપ્તિ થાય છે.