42 બેઠક પર ઉમેદવારો પાંચ હજાર અને 12 બેઠક પર એક હજારથી ઓછા વોટથી જીત્યા
બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 224માંથી 135 બેઠક કબજે કરી છે, જેમાં 43 ટકા વોટમાં હિસ્સો થયો છે. કોંગ્રેસની એકલપંડે લડાઈમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની શાન ઠેકાણે આવી ગઈ છે, પરંતુ આ વખતની જીતમાં ભાજપ જીતથી દૂર રહ્યું છે, પરંતુ તેમાં અમુક બેઠક પર કોંગ્રેસ-ભાજપની જીત-હારનું ડેટા ઈન્ટેલિજન્સ યુનિટના આધારે વિશ્લેષણ કર્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2018ની તુલનામાં આ વર્ષે અમુક બેઠક પર કોંગ્રેસ આરામથી જીત્યું હતું, પણ અમુક જગ્યા પર એવી પણ બેઠક હતી, જ્યાં જીતનું અંતર બહુ ઓછા વોટ હતા. આ ઉપરાંત, અમુક જગ્યાએ તો કોંગ્રેસને સામાન્ય નુકસાન થયું હોત તો કોંગ્રેસની હાર થઈ હોત. 2018ની તુલના કરવામાં આવે તો આ વખત સૌથી ઓછા અંતરની જીતવાળી બેઠકની સંખ્યા 12 છે, જ્યાં આ બેઠક પર જોરદાર ટક્કર રહી હતી. આ સીટ પર જીતનારા ઉમેદવાર અને બીજા નંબરે રહેલા ઉમેદવારના મળેલા મતનું અંતર પાંચ હજારથી ઓછા છે. અને આવી બેઠકની સંખ્યા એક બે નહીં, પરંતુ 42 છે, જેમાં અમુક બેઠક પર તો હજાર મતથી જીત મળી છે. આ વખતે આવી બેઠકમાં 22 કોંગ્રેસ, 17 ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને અને બાકી ત્રણ બેઠક જનતા દળ (સેક્યુલર)ને મળી છે, જ્યારે ગત ચૂંટણીમાં તેની સંખ્યા 30 અને જીતનું અંતર પાંચ હજાર વોટથી ઓછું હતું.
કર્ણાટકની ચૂંટણીના પરિણામોમાં ભાજપ 111 સીટ પર બીજા સ્થાને રહી છે, જેમાંથી 103 સીટ પર કોંગ્રેસ જીતી છે અને 73 સીટ પર જીતનું અંતર 10,000થી વધારે રહ્યું છે. કુલ મળને રાજ્યમાં 95 બેઠક પર પ્રતિસ્પર્ધી ઉમેદવારની જીત 20,000થી વધારે મતથી થઈ છે, જેમાંથી અડધાથી વધારે બેઠક મુંબઈ-કર્ણાટક અને ઓલ્ડ મૈસુરની છે, જેમાં મોટાભાગના વિસ્તારો ગ્રામીણ છે. આઠ બેઠક એવી પણ જોવા મળી છે, જેમાં જીતનું અંતર નોટામાં મળેલા મતથી ઓછા છે, જેમાં પાંચ બેઠક કોંગ્રેસના ખાતામાં આવી છે, જ્યારે ત્રણ બેઠક ભાજપના ખાતામાં આવી છે. 2018માં આવી સાત બેઠક હતી, જેમાં છ કોંગ્રેસ અને એક ભાજપના ખાતામાં આવી હતી.
કોંગ્રેસે આ વખતે જે 12 સીટ પર જીતી છે, તેમાં 12 બેઠક પર જીતનું અંતર એક હજાર વોટથી ઓછું રહ્યું છે. રસપ્રદ બાબત એ છે કે આ બધી બેઠકો પર બીજા નંબરે ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રહ્યા છે. બેંગલુરુ ક્ષેત્રની જયનગર સીટ પર જોરદાર ટક્કર જોવા મળી હતી, જ્યાં ભાજપવતીથી મેદાનમાં આવેલા સીકે રામમૂર્તિને કોંગ્રેસના વિધાનસભ્ય સૌમ્યા રેડ્ડીએ 16 વોટના સામાન્ય અંતરથી હરાવ્યા હતા, જે આ વર્ષની જીત માટે સૌથી ઓછું અંતર માનવામાં આવે છે. 2018ની ચૂંટણીમાં સૌથી ઓછા વોટના અંતરની જીત 213 મતનું હતું. કર્ણાટકમાં આઠ એવી બેઠક હતી, જેમાં જીતનું અંતર એક હજારથી ઓછું રહ્યું હતું, જેમાં ત્રણ મધ્ય કર્ણાટક અને બેં બેંગલુરુ ક્ષેત્રની હતી. ગત ચૂંટણી 2018ની તુલનામાં કોંગ્રેસે 2023ની ચૂંટણીમાં નિર્ણાયક જનાદેશ પ્રાપ્ત કર્યો છે. કોંગ્રેસ પક્ષે 20,000થી વધારે મતથી 63 બેઠક પર જીત મેળવી હતી, જ્યારે 2018માં આવી સીટની સંખ્યા 20 હતી.
શનિવારે મળેલા પરિણામોમાં એક વાત સ્પષ્ટ જોવા મળી છે કે કોંગ્રેસ પાર્ટીએ ગ્રામીણ બેઠકોમાં પર વર્ચસ્વ સ્થાપિત કર્યું છે, જેમાં 97 બેઠકમાંથી 74 સીટ પર કોંગ્રેસે 10,000 મતના અંતરથી જીત મેળવી હતી, જ્યારે ગત ચૂંટણીમાં તેની સંખ્યા 23 હતી. કર્ણાટકની ચૂંટણીમાં સૌથી મોટી જીત ડીકે શિવકુમાર શર્માની થઈ છે. 1.2 લાખથી વધુ મતથી જીત્યા છે. 2018માં 79,000 વોટથી જીત્યા હતા, પરંતુ આ વખતે 44,000 વધારે વોટ મળ્યા છે.