Homeફિલ્મી ફંડાબોલીવૂડથી સાઉથ ચાલ્યા આ સેલેબ્સ, પહેલું નામ વાંચીને તો તમે ચોંકી ઉઠશો

બોલીવૂડથી સાઉથ ચાલ્યા આ સેલેબ્સ, પહેલું નામ વાંચીને તો તમે ચોંકી ઉઠશો

છેલ્લાં કેટલાક સમયના ટ્રેન્ડની વાત કરીએ તો સાઉથના અનેક સુપર સ્ટાર્સ બોલીવૂડમાં એન્ટ્રી લેતા જોવા મળ્યા છે. પણ હવે ગંગા ઉલ્ટી વહેવાની શરૂ થઈ ગઈ છે અને હવે બોલીવૂડના એક્ટર-એક્ટ્રેસ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ યાદીમાં અમિતાભ બચ્ચનથી લઈને દીપિકા પદુકોણ, કિયારા અડવાણી સહિતના સેલેબ્સના નામનો સમાવેશ થાય છે.
દર્શકોની વાત કરીએ તો સાઉથથી લઈને નોર્થ ઈસ્ટ સુધીના લોકો પર સાઉથની ફિલ્મોનો જાદુ છવાયેલો છે, જેને કારણે બોલીવૂડ ફિલ્મોની કમાણી પર પણ નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે હવે બોલીવૂડ સ્ટાર્સ પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળ્યા છે.
સાઉથની કેટલીક આગામી ફિલ્મોની વાત કરીએ તો આ ફિલ્મોમાં અમિતાભ બચ્ચનથી લઈને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. તો ચાલો સમય વેડફ્યા વિના નજર કરીએ બોલીવૂડના એવા સ્ટાર્સ પર જેઓ આગામી સમયમાં સાઉથની ફિલ્મોમાં જોવા મળી શકે છે-


અમિતાભ બચ્ચન
સૌથી પહેલાં વાત કરીએ મેગા સ્ટાર બિગ બીની. અમિતાભ બચ્ચન 80 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ એક્ટિવ છે, પછી એ ટીવી શોની વાત હોય હોય કે ફિલ્મની. બિગ બીએ દરેક જગ્યા પર પોતાનો જાદૂ લોકો પર ચલાવી દીધો છે. હવે બિગ બી સાઉથની ફિલ્મ પ્રોજેક્ટમાં મજબૂત ભૂમિકા ભજવતા જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તે ઘાયલ પણ થયો હતો.


કિયારા અડવાણી
કિયારા અડવાણી પણ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. કિયારા બોલીવુડની પોતાની એક્ટિંગ અને બેસ્ટ ફિલ્મો દ્વારા ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. હવે એક્ટ્રેસ ટૂંક સમયમાં જ સાઉથના સુપરસ્ટાર રામચરણ સાથે કામ કરતી જોવા મળી શકે છે. તેની આગામી ફિલ્મનું નામ ગેમ ચેન્જર છે.
દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણે દરેક જગ્યાએ પોતાનો ચાર્મ ફેલાવ્યો છે, પછી તે બોલિવૂડ હોય કે સાઉથ. દીપિકાને ગ્લોબલ સ્ટાર કહેવું પણ ખોટું નહીં હોય. હવે દીપિકા પણ સાઉથ તરફ વળી ગઈ છે. તે ટૂંક સમયમાં પ્રભાસ સાથે પ્રોજેક્ટ કેમાં જોવા મળશે.
જાહ્નવી કપૂર


જાહ્નવી કપૂરે બોલિવૂડ હોય કે ઓટીટી દરેક પ્લેટફોર્મ પર પોતાના અભિનયથી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. હવે એક્ટ્રેસે બોલીવૂડની સાથે સાથે જ સાઉથમાં પણ પગ જમાવવાનું નક્કી કર્યું છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ જુનિયર એનટીઆર સાથે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ ‘NTR 30’ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે ફિલ્મનું નામ હજુ સુધી કન્ફર્મ થયું નથી.
દિશા પટણી


બોલિવૂડમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે, દિશા પટણી. દિશા પટણીએ પોતાની પર્સનલ લાઈફને કારણે પણ અવારનવાર ખૂબ જ લાઈમલાઈટમાં રહેતી હોય છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ટૂંક સમયમાં જ દિશા સૂર્યા સ્ટારર ફિલ્મ ‘કંગુવા’ સાથે સાઉથની ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’માં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -