Homeદેશ વિદેશધોરણ દસ અને બાર સંબંધિત મોટા ફેરફાર કરાશે

ધોરણ દસ અને બાર સંબંધિત મોટા ફેરફાર કરાશે

નવી દિલ્હી: ધોરણ ૧૨ માટે બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવશે અને ૧૦મા અને ૧૨મા ધોરણનાં અંતિમ પરિણામમાં અગાઉના વર્ગના (વર્ષના) માર્ક્સ પણ ધ્યાનમાં લેવામાં આવશે, એમ નેશનલ ક્યુરીકુલમ ફ્રેમવર્ક (એનસીએફ)ના ડ્રાફટમાં જણાવાયું છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ને પગલે આ ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે ૧૧મા અને ૧૨મા ધોરણમાંથી જ સાયન્સ, આર્ટ્સ, સાહિત્ય અને કોમર્સ પ્રવાહ નક્કી કરવાની જે પ્રથા છે એ કાઢી નાખવામાં
આવશે. એનસીએફમાં છેલ્લે ૨૦૦૫માં ફેરફાર
કરવામાં આવ્યા હતા.
૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષા બે ટર્મમાં લેવાનો નિર્ણય કોરોનાકાળ દરમિયાન લેવામાં આવ્યો હતો, પણ પછી ફરી એકવાર વર્ષની અંતમાં જ પરીક્ષા લેવાનો નિર્ણય લાગુ પાડવામાં આવ્યો હતો.
આ ડ્રાફટ અત્યારે અંતિમ તબક્કામાં છે અન તેની યોગ્યતા તપાસાયા પછી તે ૨૦૨૪ના શૈક્ષણિક સત્રથી અમલમાં મુકાશે એમ શિક્ષણ ખાતાનાં અધિકારીઓએ જણાવ્યું હતું.
હવે ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવે એ અંગે વિચારણા ચાલી રહી છે. જો આવો નિર્ણય લેવામાં આવશે તો ૧૨માની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર સેમિસ્ટરના આધારે લેવામાં આવશે, એવી માહિતી મળી રહી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ અભ્યાસક્રમનાં નિયંત્રણો વિના વિવિધ વિષયો પસંદ કરી શકે છે અને ૧૨માની બોર્ડની પરીક્ષા આપી શકે છે.
નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક તૈયાર કરતી નિષ્ણાત સમિતિએ ૧૨માની બોર્ડની પરીક્ષાઓને લઇને ભલામણ કરી છે. જો સમિતિની ભલામણ મુજબ નિર્ણય લેવામાં આવે તો ૧૨માની બોર્ડની પરીક્ષાઓ બરાબર કેવી રીતે લેવાશે, એવો પ્રશ્ર્ન વાલીઓ અને શિક્ષકોના મનમાં ઊઠ્યો છે.
રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક તૈયાર કરી રહેલા દેશના નિષ્ણાતોએ એક શૈક્ષણિક વર્ષમાં બે વાર ફેબ્રુઆરી અને માર્ચમાં ૧૨માના બોર્ડની પરીક્ષા યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા માળખા અનુસાર ૧૨માના બોર્ડની પરીક્ષા વર્ષમાં એક કે બે વાર સેમિસ્ટરના આધારે લેવામાં આવશે. આ ઉપરાંત નવા માળખા અનુસાર વિદ્યાર્થીઓને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં ભણવામાં આવતા વિષયોમાં પરીક્ષા આપવાની કોઇ મર્યાદા નહીં રહે.
આ અગાઉ કોરોના સમયગાળા દરમિયાન અગાઉના શૈક્ષણિક વર્ષમાં સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડે સેમિસ્ટર સિસ્ટમમાં વર્ષમાં બે વાર પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભવિષ્યમાં જો આવો જ નિર્ણય લેવામાં આવવાનો હોય તો ડ્રાફ્ટ પૂરો થયા બાદ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિપ્રાય પણ માગવામાં આવશે. હવે નિષ્ણાતો દ્વારા ડ્રાફ્ટ તૈયાર કર્યા પછી એ ફ્રેમવર્કને કેવી રીતે સ્વીકારવામાં આવે છે અને રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરીને રાજ્ય સરકાર કેવા નિર્ણયો લે છે તે જોવાનું અગત્યનું રહેશે.
૧૨માની બોર્ડની પરીક્ષા એક જ વર્ષમાં બે વાર સેમિસ્ટર લેવાવી જોઇએ. ૧૨માની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોર્સના વિષયો પૂરતો મર્યાદિત ન હોવો જોઇએ. ૧૨માની બોર્ડની પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓને ૧૬ અલગ અલગ કોર્સ ઉપલબ્ધ કરાવવા જોઇએ, જેમાંથી વિદ્યાર્થીઓ તેમની પસંદગીના કોર્સ પસંદ કરી શકે અને બોર્ડની પરીક્ષાનો સામનો કરી શકે. આ માટે ૧૧મા-૧૨માના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના માળખામાં ફેરફાર કરવામાં આવશે. (પીટીઆઈ)
————
સીબીએસઈએ પરીક્ષાની પદ્ધતિ બદલી
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ વર્ષ ૨૦૨૪ની ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષાની એસેસમેન્ટ સ્કીમ બદલી છે. બોર્ડે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ શરૂ કરીને તથા ટૂંકા કે લાંબા જવાબોની આવશ્યકતા ધરાવતી વેઇટેજ સિસ્ટમમાં ફેરફાર કરીને એસેસમેન્ટ સ્કીમમાં ફેરફાર કર્યો છે. એસેસમેન્ટને વર્ષ ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુકૂળ બનાવવાના હેતુસર આ પગલું લેવામાં આવ્યું
છે. જોકે, આ ફેરફાર ૨૦૨૩-૨૦૨૪ના શૈક્ષણિક
સત્ર પૂરતો મર્યાદિત રાખવાની શક્યતા છે. આવતા વર્ષે નવું નેશનલ કરીક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ) લાગુ કરવામાં આવે એ સાથે આ સુધારો લાગુ કરવાની શક્યતા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓમાં ૨૧મી સદીના પડકારો ઝીલવા સર્જનાત્મક અને સમીક્ષાત્મક વૈચારિક કૌશલ્યો વિકસે એ માટે શિક્ષણ પ્રાપ્તિની તરાહ બદલવાની જોગવાઈ છે. પરીક્ષાઓ અને એસેસમેન્ટને કમ્પિટન્સી ફોકસ્ડ એજ્યુકેશન સાથે જોડવાના ઉદ્દેશથી બોર્ડે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી ફેરફારો કરવાનું નક્કી કર્યું હોવાનું સીબીએસઈ (એકેડેમિક્સ)ના ડિરેક્ટર જૉસેફ ઇમૅન્યુએલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -