ગ્રહ સંકેત -વિનોદ રાવલ
આ સપ્તાહમાં સૂર્ય અને બુધનું ક્રાંતિસામ્ય થાય છે. બુધ અને ગુરુ પણ ક્રાંતિસામ્ય કરે છે અને સપ્તાહમાં ગુરુ અને શનિ સ્વગૃહિ છે. બુધ પોતાની નિચત્વવાળી રાશિમાં ભ્રમણ કરે છે. આ સપ્તાહના ગ્રહયોગ જોતા લાગે છે કે હજી આ સપ્તાહમાં હજી આકસ્મિક કારણ આવતા બજારોમાં મોટી વધઘટ વેચવાલી આવતા નિફટી, ઈન્ડેક્સમાં સારી, નરમાઈ જોવા મળે. કુદરતી આફત આવી શકે છે. ધરતીકંપ, વાવાઝોડા, તોફાની વરસાદ, આતંકવાદી હુમલા જેવી બિના બની શકે છે.
આ ગ્રહયોગો બજારને કઈ દિશા આપશે તે જોઈએ.
શૅરબજાર:- સપ્તાહની શરૂઆત શૅરબજારમાં મજબૂતાઈથી થઈ શકે છે. પણ આ સપ્તાહમાં બજારમાં નરમાઈના યોગો હોવાથી ખુલતા બજારથી વેચીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. આ સપ્તાહના ગ્રહયોગો બતાવે છે કે સપ્તાહના મધ્યમાં આકસ્મિક કારણ આવતા બજારમાં ઝડપી અને મોટી વેચવાલી આવી શકે છે. ચાલુ બજારે વેચવાલી આવતા ઈન્ડેક્ષમાં નરમાઈ જોવા મળે. સપ્તાહના મધ્યથી અંત સુધીમાં એકાદ દિવસ નફારૂપી લેવાલી આવી શકે છે. પણ તેજીનો વેપાર કરવો નહીં. માટે નફો બુક કરતા રહેવો.
આ સપ્તાહમાં ખુલતા ઈન્ડેક્સ કરતાં સપ્તાહના અંતિમ દિવસોનો ઈન્ડેક્સ અને નિફટી નરમ જોવા મળે. આ સપ્તાહમાં મેટલ, બૅંક, ફાઈનાન્સ, ઓટો, રિલાયન્સ, ફાઈનાન્સ સેકટરમાં વધઘટ જોવા મળી શકે.
સોના-ચાંદી: સોના, ચાંદીમાં આ સપ્તાહમાં મજબૂતાઈથી સપ્તાહની શરૂઆત જોવા મળી શકે છે. પણ આ સપ્તાહ મંદી તરફ રહે તેવા યોગો હોવાથી સોના અને ચાંદી વાયદા અને હાજરમાં આ સપ્તાહના શરૂઆતના દિવસથી જ બજારમાં વેચીને વેપાર ગોઠવવાથી લાભ મળી શકે છે. ખાસ ચાંદીમાં વેચીને વેપાર કરવો લાભદાયી રહે. એકાદ દિવસ મોટી અને ઝડપી વેચવાલી આવતા ભાવમાં સારી નરમાઈ જોવા મળે.
સપ્તાહના શરૂઆતના દિવસોમાં અને મધ્યના દિવસોમાં બજારમાં વેચવાલી આવી શકે છે. સપ્તાહની મધ્યમાં નફારૂપી લેવાલી આવતા ભાવમાં સામાન્ય મજબૂતાઈ જોવા મળે. નફો બુક કરતા જવો. બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. પણ વધઘટ બંને સાઈડ આવી શકે છે માટે નફો બુક કરતા જવો. આ સપ્તાહમાં દરેક ઊંચા ભાવે વેચીને વેપાર કરવો લાભદાયી થઈ શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં સોનાચાંદીમાં બેતરફી બજાર જોવા મળે.
ક્રૂડ ઑઈલ: આ સપ્તાહમાં ક્રૂડ ઑઈલમાં આ સપ્તાહમાં પણ મજબૂત ભાવ જોવા મળે. ક્રૂડ ઑઈલમાં શરૂઆતના દિવસથી સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવવો. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં સ્ટોક કરીને તેજીનો વેપાર ગોઠવતા જવો. સપ્તાહની મધ્યના દિવસમાં બજાર બે તરફી ચાલ બતાવી શકે છે. આ સપ્તાહમાં શરૂઆતના દિવસોથી મજબૂત ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસો સુધી તેજીનો વેપાર રાખી શકાય. સપ્તાહના અંતિમ દિવસોમાં લેવાલી આવતા બજાર મજબૂત રહી શકે છે. આ સપ્તાહમાં ક્રૂડ ઑઈલમાં મજબૂત ભાવ રહી શકે છે.
કોમોડિટી: આ સપ્તાહમાં કોમોડિટી બજાર મજબૂતી તરફ રહે તેવા યોગો હોવાથી સિંગતેલ, કપાસિયાં તેલ, તેલીબિયાં અને દિવલમાં સપ્તાહની શરૂઆત મજબૂત ભાવથી થાય. સપ્તાહની શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર ગોઠવતા જવો.
આ સપ્તાહમાં તેલ તેલીબિયાં, કપાસિયાં, એરંડા, દિવેલ, તેલમાં તેજી ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક કરતાં જવું લાભદાયી રહે. આ દિવસોમાં એકાદ દિવસ બજારમાં સામાન્ય નરમ અથવા સાંકડી વધઘટ જોવા મળે. પણ મંદીનો વેપાર કરવો નહીં. કપાસિયાં, એરંડા અને દિવેલ, તેલમાં આ સપ્તાહમાં નવી લેવાલી આવતા હાજર અને વાયદામાં મજબૂતાઈ જોવા મળે.