કચ્છી ચોવક -કિશોર વ્યાસ
આપણા સૌનો અનુભવ છે કે, ઘણા લોકો ગોળ ગોળ વાતો જ કર્યા કરે! પછી તે કોઇ પણ પ્રકારના વ્યવહારની કેમ ન હોય! એ સ્પષ્ટ વાત કરે જ નહીં, પરંતુ ચોવક એમ કહે છે કે, વ્યવહાર અને વાતચીતમાં જેટલા સ્પષ્ટ રહેવાય, એટલું વધારે સુખ મળે. ચોવક છે:
‘ચુટાઇ ઇતરી મીઠાઇ’ ‘ચુટાઇ’ એટલે સ્પષ્ટ, ઇતરી એટલે ‘એટલી’ અને ‘મીઠાઇ’નો અર્થ છે. ‘મીઠાશ’! જેટલા તમે સ્પષ્ટ ન રહો તેટલી વ્યવહારમાં મીઠાશ વધે.
વળી પાછી, એવી પણ એક ચોવક છે કે, ‘જિજી મિઠાંણ મેં ગડરું પે’ એનો મતલબ એવો થાય છે કે બહુ મીઠા થવામાં પણ સાર નથી! “જિજી શબ્દનો અર્થ છે વધારે, ‘મિઠાંણ’ એટલે મીઠાશ અને ‘ગડરું’ એટલે ગાડર કે ઇયળ! ‘પે’ એટલે પડે. અત્યંત ઊંડો અર્થ ધરાવતી એમ સૂચવે છે કે, વધારે પડતી મીઠી વાણી પણ સારી નહીં!
બાજરાને રૂપક બનાવીને પણ એક એવી ચોવક છે કે : “નિતરી બાજર વે ઇતરી જ ખાવા જે ચોવક બહુ સૂચક છે. શબ્દાર્થ એવો થાય છે કે, ‘જેટલો બાજરો હોય એટલો જ ખવાય પણ તેનો ગૂઢાર્થ એવો થાય છે કે, “જેટલું આયુષ્ય હોય એટલા જ ભોગ તમે ભોગવી શકો. અહીં ચોવકમાં ‘બાજરા’નો પ્રયોગ આયુષ્યના અર્થમાં કરવામાં આવ્યો છે.
ઘણીવાર કોઇ જગ્યાએ ભાગ્ય સાથ ન આપે તો માણસ સ્થળ બદલીને બીજે સ્થળે ચાલ્યો જતો હોય છે. એ સ્થળ બદલે પણ ભાગ્ય ન બદલી શકે! તેના ભાગ્ય આડેનું પાંદડું જરા પણ ખસે નહીં. આવી સ્થિતિ માટે એક અર્થસભર ચોવક છે: “જિતે વિંઝે તિતે કલેલા કોયડજી યાંતી અહીં ‘કલે’ એક કાલ્પનિક નામ છે.
‘કોયડ’ એટલે કોરડ નામનું અનાજ, એક જાતનું હલકા પ્રકારનું ધાન. અત્યંત ગરીબીમાં કોરડના રોટલા કે રોટલી
બનતાં હોય છે. કમનસીબીથી ઘેરાયેલી વ્યક્તિ ગમે ત્યાં
જાય પણ તેના ભાગ્યમાં ‘કોરડનો રોટલો’ જ ખાવા માટે
મળે છે.
રૂપ અને ગુણમાં ફરક બતાવતી એક ચોવક પણ પ્રચલિત છે : “ડિઠે તત્રૂ ખાસા વેં પ ખારા વેં ‘ત્રુ’ નામનું એક કડવું ફળ છે. જેનો દેખાવ ખૂબ જ સારો હોય છે પણ સ્વાદ ખારો-કડવો હોય છે. સમાજમાં પણ એવું જોવા મળે છે. સારું વ્યક્તિત્વ ધરાવનારની વાણી કડવી હોય છે! સ્વરૂપવાન સ્ત્રી પણ
અપેક્ષિત ગુણ ધરાવતી હોય, એવું ન પણ બને! મતલબ કે કોઇ વ્યક્તિના કે વસ્તુના દેખાવ પર વારી ન જવું! એ જાતિ સ્વભાવ જેવું છે જેમ કે દારૂની તાસીર! દારૂ માણસ તો શું પણ હાથી
જેવા મહાકાય પ્રાણીના પેટમાં જાય તો પણ ઉછળે છે! એના માટે પણ ચોવક છે: “ધારુ હાથી જે પેટ મેં પ ઉછરે કોઇ ચીજનો, કોઇ પદાર્થનો કે પછી કોઇ વ્યક્તિનો એવો જાતિ સ્વભાવ
હોય છે.
કહેવાય છે કે દરેક વસ્તુને બે પાસા હોય છે. પણ એક ચોવક તો માત્ર આર્થિક વ્યવહારમાં બે પાસાં દર્શાવે છે : “પૈસા ડિને ટાંણે સકર જેડા મીઠાને ગિને ટાણે જેર જેડા ખારા અહીં ‘ડિને ટાણે’ શબ્દ આવે છે. જેનો અર્થ છે: આપતી વખતે એ જ રીતે ‘ગિને ટાણે’ શબ્દનો અર્થ છે: લેતી વખતે ‘જેર’ એટલે ‘ઝેર’ નાણાં ઉછીનાં લેવા જઇએ ત્યારે આપનાર વ્યક્તિ આપણને સાકર જેવી મીઠી લાગે પણ મુદ્ત વિત્યે પણ પાછા ન આપી એં અને આપનાર વ્યક્તિ પાછા માગે ત્યારે એ જ વ્યક્તિ આપણને ઝેર જેવી કડવી લાગે છે!