Homeઆમચી મુંબઈનવી મુંબઈમાં વેધશાળા જ નથી

નવી મુંબઈમાં વેધશાળા જ નથી

મુંબઈ: રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ અવૉર્ડ સમારોહમાં ૧૨ જણ લૂ લાગવાથી (સનસ્ટ્રોકથી) મૃત્યુ પામ્યા એ નવી મુંબઈમાં ઈન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટની કોઈ વેધશાળા જ નથી જેને આધારે સ્થાનિક વાતાવરણ કે તાપમાન પાસે ચેતવણી આપી શકાય. મહારાષ્ટ્ર સરકારની વિનંતીને પગલે ભારતીય વેધશાળા વિભાગે રવિવારે જ્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ ખારઘરમાં મહત્તમ તાપમાન ૩૪-૩૫ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું થઈ શકે છે એવી જાણકારી આપી હતી. અલબત્ત આ જાણકારી નવી મુંબઈથી ૩૫ કિલોમીટર દૂર આવેલી સાંતાક્રુઝ વેધશાળાની માહિતીને આધારે આપવામાં આવી હતી એમ વેધશાળાના અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે, કાર્યક્રમના સ્થળે મેદાન પર તાપમાન વધી ૩૮ ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું.
આ તાપમાનની નોંધ નવી મુંબઈના રબાળે વિસ્તાર સ્થિત મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઈડીસી)માં આવેલી વેધશાળામાં કરવામાં આવી હતી. આ વેધશાળાનું સંચાલન થાણે બેલાપુર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે.
આઇએમડીના સુષ્મા નાયરે પીટીઆઈને જણાવ્યું હતું કે વેધશાળા પુન: કાર્યરત કરવામાં આવી હતી જેને કારણે ગણતરી કરવા માટે પૂરતા નિરીક્ષણો ઉપલબ્ધ નહોતા. જો કાર્યક્રમના સ્થળની નજીક વેધશાળા ન હોય તો સૌથી નજીકની વેધશાળાના આધારે અમે આગાહી કરીએ છીએ. આ કેસમાં નજીકની વેધશાળા સાન્તાક્રુઝની હતી. મુંબઈ શહેરમાં વેધશાળા છે જ્યારે નવી મુંબઈમાં નથી. (પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -