જૈન સાધુની હિમાલય યાત્રા- આચાર્ય વિજય શ્રીહાર્દિકરત્નસૂરિજી
(ગતાંકથી ચાલુ)
સાંજ સુધીમાં તો બધા પોલીસમેનને જૈન સાધુ સંબંધી સારો એવો પરિચય થઈ ગયો. અમે સાંજે નિકળતા હતા તે પહેલા જ બધા પોલીસોએ અમને ખાસ રોકાઈ જવા વિનંતી કરી.
રૂળરૂળઘિ ! અળેફ ક્ષર્ળૈખ-લળટ રુડણ રૂઇં ઘળઇૃ્રૂજ્ઞ, અળક્ષઇંજ્ઞ ઘેલજ્ઞ લળઢૂ રુવપળબ્રૂ પૂ ણવિં અળટજ્ઞ, અળક્ષ અલબિ લળઢૂ વેં !
અમે કહ્યું- અળઘ ટળજ્ઞ ઘળણળ વળજ્ઞઉંળ, રુથફ ઇંધિ ઘરૂફ અળ્રૂૂઉંજ્ઞ!
પોલીસમેન કઈ બોલી શક્યા નહીં.
અમે આગળ ચાલ્યા, જ્યાં સુધી અમે દેખાતા રહ્યા ત્યાં સુધી ત્યાં જ ઊભા રહ્યા. તેઓના મનમાં શું ભાવો હશે એની કલ્પના કરી શકાય. પણ એક દિવસ પોલીસ થાણામાં રહેવાનો આનંદ મળ્યો.
સોનપ્રયાગથી ૧૩ કિ.મી. ડુંગર ઉપર જતા ત્રીજુગીનારાયણ કરીને ગામ છે. કહેવાય છે કે શિવ-પાર્વતીના લગ્ન એ સ્થાને થયેલા. છેક સુધી પાકો રોડ છે. અમે સાંજે ગૌરીકુંડ માટે નીકળ્યા. નીચે કેદારગંગાનદી વહી રહી છે અને રોડ બીહડ જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. સુમસામ રોડ પર ૪-૫ કિ.મી. ચાલશું ત્યારે ગૌરીકુંડ આવશે. અમે આગળ વધી રહ્યાં છીએ. અહીં ક્યાંય ચીડનું ઝાડ કે દેવદાર દેખાતું નથી, લાલ ભોજપત્રના કેટલાંક વૃક્ષો છે. વરઘોડે ચઢતા વરલાડાની જેમ વૃક્ષો તો વનલતાઓનો શણગાર સજીને ઝુમી રહ્યા છે. ૫ કિ.મી. ચાલવામાંય એક શોર્ટકટ મળી ગયો તો ૪ કિ.મી. જ ચાલવાનું થયું. એક કલાકમાં તો અમે ગૌરીકુંડ પહોંચી ગયા, અહીં એક બંગાળી ધર્મશાળામાં રાત્રિ વિશ્રામાર્થે રહ્યા છીએ. ગૌરીકુંડમાં ગૌરીનું મંદિર છે, કહેવાય છે કે શિવજીને મેળવવા માટે પાર્વતીએ આ સ્થાને જ તપ કર્યું હતું. પ્રાદેશિક શૈલીનાં જૂના મંદિરમાં બે મૂર્તિઓ છે. અહીં ગરમપાણીનો કુંડ છે. ગૌરી મંદિરમાં જલેબીનો પ્રસાદ ચઢે છે.
કેદારનાથ
અ. જેઠ વદ ૧૦, શનિવાર, તા. ૯.૬.૨૦૧૮
ગૌરીકુંડથી સવારે કેદારનાથ જવા માટે પગ ઉપાડ્યો. વિચાર્યું હતું પાંચ વાગે નીકળીશું પણ આકાશમાંથી અમી છાટણાં ચાલુ હતા. પોણા છએ બંધ થયા પછી આગળ વધ્યા. કેટલાક યાત્રિકો તો ૩-૪ વાગે રાત્રે જ નીકળી ગયા હતા. સિમેન્ટનો પાકો બાંધેલો રસ્તો ચઢનાર ને વધુ થાક લગાવતો ન હતો. ડોળીવાળા-ખચ્ચરવાળાનું સામ્રાજ્ય હતું. ચાલનારા યાત્રિકોને તેમના તરફથી અડચણ થાય તે સહજ છે. ૪ કિ.મી. પર જંગલ પટ્ટી કરીને સ્થાન આવ્યું. એથી ઉપર ભીમવલી બેઝકેમ્પ-કુલ ૧૪ કિ.મી.નું આકરું ચઢાણ છે. શરૂઆતનાં તો આઠ કિ.મી. બરાબર ચલાયું-એ પછી ભારે કઠણ રસ્તો આવ્યો. અમે તો શોર્ટકર્ટમાં ચાલતા આગળ નીકળી ગયા. ૬ કલાકે માંડ કેદાર પહોંચ્યા.
અહીં શંકરનું પ્રાચીન મંદિર છે કહેવાય છે પાંડવોએ આ મંદિર બનાવ્યું હતું. એકલા ગ્રેનાઈટ પત્થરનું આ મંદિર ખૂબ મજબૂત છે. શંકરાચાર્યના વખતમાં આની પુન: સ્થાપના થઈ હતી. મંદિરની પાછળ ઊંચા-ઊંચા હિમશિખરોની શોભા ખરેખર આકર્ષક છે, તો ચારે તરફ શિખરોથી આવતી નદીઓ અહીં એક સ્થાને ભેગી થઈ કેદારગંગાનું રૂપ ધારણ કરે છે. અહીં એક ધારા સરસ્વતી નદીના નામે પણ ઓળખાય છે. સન્ ૨૦૧૩માં કુદરતી હોનારતમાં આખુ’ય કેદારનાથ પાણીમાં તણાઈ ગયું હતું, માત્ર મંદિર બચ્યું હતું. કહેવાય છે કે મંદિરની પાછળ એક મહાકાય શીલા આવી ને અટકી ગઈ. એના કારણે પાણી મંદિરને કંઈ કરી શક્યું નહીં જો એ શીલા આવી ન હોત તો મુખ્ય મંદિર પણ તણાઈ જાત. આજે તે શીલા અહીં છે. તેનું નામ ભીમશીલા પાડવામાં આવ્યું છે. આવનારા યાત્રિકો આ શીલા ઉપર ઘી લગાવે છે તે પર ચણાની દાળ. મમરા-ચોખા કંકુ છાંટે છે. શીલા નીચે ખંડિત પત્થરમાં ઊભી પાંચ મૂર્તિઓ કોતરેલી છે. તેની પણ એ જ રીતે પૂજા થાય છે.
મુખ્યમંદિરનાં પ્રધાનદ્વારે ડાબી-જમણી બાજુ ૨ પ્રાચીન મૂર્તિઓ છે. કોઈક ‘માલાધર’ની મૂર્તિ છે. એમની પણ ઘી ચોપડીને પૂજા થાય છે. મંદિરની અંદર અર્જુન-કૃષ્ણ-લક્ષ્મીનારાયણ-કુંતી-યુધિષ્ઠિર-નકુલ-સહદેવ-ભીમની મૂર્તિઓ રંગમંડપનાં ગોખલામાં ગોઠવેલી છે. જો કે મૂર્તિઓને તે તે નામ આપેલા છે. પણ મૂર્તિઓ વાસ્તવમાં કોની છે કોઈને ખબર નથી. ‘કુંતી’નામની મૂર્તિ ‘માલાધર’ની છે. જે હોય તે આ વિષયમાં કોઈને રસ નથી. અહીં માત્ર પુરોહિતોનું જ રાજ છે. સાધુ-સંન્યાસી કોઈ છે જ નહીં. એક પણ આશ્રમ કેદારમાં નથી. જ્યાં જુઓ ત્યાં હોટલ છે. કેટલીક ધર્મશાળાઓ પણ હોટલનાં રૂપમાં ફેરવાઈ ગઈ છે.
મંદિરનાં ગર્ભગૃહમાં વચ્ચે ત્રણ ખૂણાવાળી શીલા કેદારનાથ કરીને પૂજાય છે. એની ઉપર ૪ મુખવાળા સુવર્ણ શિવલિંગની સ્થાપના કરેલી છે. ૬ મહિના માટે તેને ઉખીમઠ લઈ જવામાં આવે છે. ૬ મહિના અહીં પૂજાય છે. ગર્ભગૃહનાં ૨ દ્વાર છે, અંદરનું દ્વાર બિલકુલ આપણા દેરાસરના ગભારાનું દ્વાર હોય તેવું છે. એથી પહેલાનું સામાન્ય છે.
મંદિરનું મુખ્યદ્વાર નાનું છે. અંદર પ્રવેશતા રંગમંડપ આવે તે પછી ગુઢમંડપ એ પછી ગર્ભગૃહ. જેને સ્પેશિયલ પૂજા કરાવવાની ભાવના હોય તેઓને ગુઢમંડપમાં પુરોહિતો લઈ જાય ત્યાં બેસીને તે તે અનુષ્ઠાનો કરવામાં આવે. બાકી બધા બહારથી દર્શન કરીને આગળ વધે. મંદિરની બહાર નંદી છે. બાકી તો ચારે તરફ પ્રસાદીની દુકાનો છે. સાંજે આરતી સમયે મેળો જામે છે, ભારતીય સંસ્કૃતિનાં મૂળ ઘણાં ઊંડાં છે.
વિષમકાળનાં ભયંકર ઘા લાગવા છતાં પણ ધાર્મિક શ્રદ્ધા ઓછી થઈ નથી હજારો યાત્રીઓ માત્ર એક શ્રદ્ધાનાં બળે આવી વિકટ અને અત્યંત દુષ્કર યાત્રા માટે ઊમટે છે. ૧૪ કિ.મી. ચાલવામાં તકલીફો ઓછી નથી. ગમે ત્યારે કંઈ પણ થઈ શકે પગ લપસી જાય. ભૂસ્ખલન થાય. અચાનક વરસાદ તૂટી પડે. હિમાલયી તોફાનમાં આજુબાજુનાં વૃક્ષો તૂટીને માથે પડે. ખચ્ચર કે ડોળી વાળાનો ધક્કો લાગે. અત્યંત ગાઢા વાદળથી વાતાવરણ ભરાઈ જાય. (ક્રમશ:)ઉ