Homeધર્મતેજજીવનમાં સમસ્યા આવે છે એના પહેલાં સમાધાન આવી ગયું હોય છે

જીવનમાં સમસ્યા આવે છે એના પહેલાં સમાધાન આવી ગયું હોય છે

માનસ મંથન -મોરારિબાપુ

હું તમને એક પ્રશ્ર્ન પૂછું સાહેબ, જવાબ આપવો પડશે. પરમાત્માની સદ્દ્કથા જે હોય એ કથા સત્ય છે કે કેમ ? એ કહો, છે ને ? તો સારું. હવે, આપણે સંસારી છીએ, તો આપણી નાની-મોટી વ્યથા હોય કે કેમ ? હોય, ઠીક છે ? હવે, એ વ્યથા સત્ય છે કે કેમ ? સાચું ? તો કથા પણ સત્ય છે, વ્યથા પણ સત્ય છે. એટલે સત્ય આવ્યું. હવે ‘રામાયણે’ શું શીખવ્યું ? ભગવાને હનુમાનજીને એમ કહ્યું કે, હે બ્રાહ્મણદેવતા, મને કથા સંભળાવો. તો હનુમાનજીએ શું કર્યું ? વ્યથા સંભળાવી ! હું તો મંદ છું, મોહવશ છું, તમે મને ભૂલી ગયા ! અહીં બેય સાચા છે. ભગવાને કથા પૂછી અને હનુમાનજી વ્યથા કહેવા લાગ્યા ! અહીં તુલસીજીએ આપણને માર્ગદર્શન આપ્યું કે, રામની કથા સાંભળવાથી આપણામાં પ્રેમ જાગે; અને આપણી વ્યથા પરમાત્માને સંભળાવવાથી પ્રભુના હૃદયમાં કરુણા જાગે; એટલે સૂત્ર થઈ ગયું. સત્ય, પ્રેમ, કરુણા.
જે લીલાનું નિરૂપણ થયું હોય, એનાં બે રૂપ મસ્તકનાં, સગુણ અને નિર્ગુણ; એક નિરાકાર એક સાકાર. – ધઉંટ પ્જ્ઞપ રૂલ લઉૂંણ લળજ્ઞ વળજ્ઞઇૃ ભક્તના પ્રેમવશ; એને કાર્ય-કારણ સિદ્ધાંત લાગુ પડતાં નથી, સગુણ-સાકાર રૂપ ધારણ કરે છે. પરમાત્માનાં બે રૂપ, સગુણ-નિર્ગુણ; એક વ્યાપક, બીજું વ્યક્તિરૂપમાં આવે; એક નિરાકાર, બીજું સાકાર. ‘રામચરિતમાનસ’ કર્ણધાર છે, તેના સાત હાથ તેનાં સાત કાંડ-સોપાન છે. યુવાનો, તમે બરાબર ધ્યાન દઈને સાંભળજો. દબાણ વગર તમને ગમે ત્યાં સુધી, તમારા સ્વભાવમાં ઊતરે ત્યાં સુધી કથાનું શ્રવણ કરશો; તો ક્યારેક, માનવ છીએને આપણે,ક્યારેક એવા રસ્તે જઈશું ને ત્યારે બાલકાંડ’ હાથ પકડશે ‘નહીં,વડીલોનું અપમાન નહીં કર!’ ‘બાલકાંડ’ હાથ છે, એ આપણને રોકશે. આપણે વ્યથિત થતાં હોઈએ, આપણા હાથમાં બાજી આવી ગઈ હોય, સફળતા આમ હાથવેંત હોય અને એ જ ક્ષણે કંઈક બને અને નિષ્ફળતા આવે ત્યારે આપણે થાકી જઈએ, ત્યારે કથા બરાબર સાંભળી હશે, તો ‘અયોધ્યાકાંડ’નો હાથ આડો આવશે કે, ‘બાપ ! રાજ મળતું’તું, હરખ ન થયો; વનવાસ મળ્યો, શોક ન થયો. ‘આ હાથ આડા આવશે. ક્યારેક આપણું પ્રિય વસ્તુ, વિચાર કે વ્યક્તિ, ખોવાય કે હરણ થાય, ત્યારે અરણ્યકાંડ’ આપનો હાથ પકડશે. ક્યારેક આપણે અમુક વસ્તુને લાયક હોઈએ, અધિકાર હોય; બન્ને ભાઈનો હક્ક હોય અને છતાંય, એક ભાઈ બળૂકો હોય, અભિમાની હોય અને એ નાના ભાઇનું બધું છીનવી લે અને એને વનમાં મૂકી દે, ક્યાંય આરો ન રે’વા દે; અન્યાયથી આવું બધું કરે અને એવી દશા આવે ત્યારે ‘કિષ્ક્ધિધાકાંડ’ તમારો હાથ પકડશે કે, ‘ચિંતા ન કર; વાલિએ સુગ્રીવનું બધું લઈ લીધું; પણ એક દિવસ એવો આવશે, રામ અને હનુમાન બેય તારી પાસે આવશે અને તારું ગુમાવેલું બધું પાછું આવશે.’
કોઈ ઘટના આપણી અસુંદર બની ગઈ હોય, એમાં પણ એક સૂત્ર હું હમણાં હમણાં કહ્યા કરું. જો દિલમાં ઊતરે તો એના
પર ખૂબ વિચાર કરજો. આપણા ઉપર સમસ્યા આવે છે એના પહેલાં સમાધાન ઓલરેડી આવી ગયું હોય છે. આ ભરોસો રાખજો; આવું ‘રામાયણ’ શીખવે છે. આપણે સમસ્યા આવે એટલે સમાધાન માટે દોડીએ છીએ ! અસ્તિત્વનો નિયમ છે કે ઈશ્ર્વર પાણીનું સર્જન ન કરે તો આપણને તરસ આપવાનો એને અધિકાર જ નથી; પરમાત્મા અન્નની વ્યસ્વથા ન કરે તો એને આપણને ભૂખ આપવાનો અધિકાર છે જ નહીં. દાંત નહોતા ત્યારે માના અંગમાં આપણા માટે દૂધ તૈયાર કર્યું હતું; એટલે સમસ્યા વખતે ‘સુંદરકાંડ’ હાથ પકડશે, કહેશે, થોડું ઉપર જો,ઊંચું જો, સંધાન ઓલરેડી આવીને બેઠું છે !’ સીતાજી પાસે અશોકવાટિકામાં રાવણ મંદોદરી આદિ રાણીઓ સાથે આવ્યો અને સીતાજીને વશ કરવા અંતે તલવાર કાઢી ! સીતાજી થોડાંક વ્યથિત થયાં; રાવણ પછી આવ્યો, એ પહેલાં તો મારો હનુમાન અશોક વૃક્ષ પર આવી ગયો હતો. મને અને તમને ‘રામાયણ’ બતાવે છે કે, સમસ્યા પહેલાં હરિ સમાધાન મોકલી આપે છે; થોડુંક એ વખતે આપણે આસપાસ જોઈ લઈએ તો કો’ક બેઠું હશે. અને જ્યારે સમસ્યા આવે ને ત્યારે આજુબાજુ ન જોવું, ઉપર જોવું; ઉપર કોઈ સદ્દ્ગુરુનો હાથ હશે. આ બધા ભરોસાના વિષય છે. આને ગણિતની જેમ સિદ્ધ ન કરી શકો; એ તો જેણે અનુભવ્યું હોય એ જ ‘ઈતિ સિદ્ધમ્’ કહી બોલી શકે. આપણે સમસ્યા વખતે ફાંફાં મારવા માંડીએ છીએ ! ઈ વખતે થોડું ઉપર જોવામાં આવે; અને આપણે જીવ છીએ. કદાચ ઉપર ન જોઈ શકીએ ને તોય મોકો આવશે ને ત્યારે ઓલો રામનામ લેતો-લેતો પ્રગટ થવાની કોશિશ કરશે ! સીતાજી લંકામાં અશોકવૃક્ષ નીચે બેઠાં છે. દસ દસ મહિના થયા, રઘુનાથજીએ મારી સંભાળ ન લીધી ! પરિણામે સીતાજી મને ને તમને શીખવે છે કે હરિનામ છૂટી ગયું. નહિતર તો યાદ કરતાં હતાં. ધનુષ્યભંગ યાદ કર્યો, ફૂલ તોડતા હતા એ રામને યાદ કર્યા.
ધનુષ્યભંગ કરનારા વીર રઘુવીરને યાદ કર્યા. ઘોડા ઉપર બેસીને મને પરણવા આવ્યા હતા એ દુલ્હા રામને યાદ કર્યા. મારા પિતાએ મને જેની સાથે વળાવી, એ શ્રેષ્ઠ રાઘવને યાદ કર્યા છે. બધી લીલાઓનું સ્મરણ કરે છે. છેક સુધી બધા પ્રસંગોને યાદ કરતાં સીતાજી
બેઠાં છે.
શ્રી હનુમાનજી મહારાજે આ દ્રશ્ય જોયું. શરીર કૃશ, જટા વણાઈ ગઈ છે. હનુમાન પાસે સિદ્ધી છે, વ્યક્તિના હૃદયમાં શું ચાલી રહ્યું છે તેની તેમને ખબર પડી જાય છે. તેથી દૂરથી જોતાં પણ એમને ખ્યાલ આવ્યો કે -ઘક્ષરુટ સ્રડ્રૂ ફઊૂંક્ષરુટ ઉૂંણ હજ્ઞણિ સંતો પાસે, હનુમાનજી જેવા મહાપુરુષો પાસે એવી ક્ષમતા છે કે બધાના હૃદયમાં શું ચાલી રહ્યું છે એ એને ખબર પડે છે ! જેટલું અંત:કરણ વિશુદ્ધ એટલા તમે શક્તિમાન. તો, સદ્ગુરુ એવું તત્ત્વ છે, બાપ ! પરમાત્માઓ હાથ આપણા ઉપર હોય છે. એટલે જ જિવાય છે સાહેબ! આપણું ગજું નથી કે જીવનનાં ઝેર પચાવી શકાય. હોઠ જ આપણા હોય છે, પી જનારો કો’ક બીજો જ હોય છે. નહીંતર મીરાં મૃત્યુ પામી જ હોય ! શરીરનાં કેમિકલ્સનો એ સ્વભાવ હોય છે કે હળાહળ ઝેરમાં માણસ જીવતો રહી શકે નહીં. પણ મીરાંને ઝેર જો મીઠું લાગ્યું હોય તો એને ખબર છે કે હોઠ મારા હતા, પી ગયો’તો હરિ !
તો સમાધાન પ્રતીક્ષા કરતું બેઠું હશે. આવી સમસ્યા આવશે, તો ‘સુંદરકાંડ’ હાથ પકડશે. શરત ? આશા છોડીને ભરોસો
રાખજો. અને જીવનમાં સુરી અને અસુરી વિચાર સર્જાશે, ક્યાં પક્ષ આપણા ઉપર કબજો કરશે એની ખબર નહીં પડે; અને મૂર્છિત થઇ જઈએ એવા સમયે ‘લંકાકાંડ’ હાથ પકડશે કે, ‘તમને કોઈ હનુમાન સંજીવની લાવી આપશે અને સમયસર લઈ આવશે. ટાણું થતાં પહેલાં દવાને હાજર કરશે.’
– સંકલન : જયદેવ માંકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -