Homeએકસ્ટ્રા અફેરદુનિયામાં સૌથી વધુ વસતિ આ ગર્વની વાત કહેવાય?

દુનિયામાં સૌથી વધુ વસતિ આ ગર્વની વાત કહેવાય?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અંતે ભારત દુનિયામાં સૌથી વધારે વસતિ ધરાવતો દેશ બની ગયો. યુનાઈટેડ નેશન્સ દ્વારા સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત પ્રમાણે હવે ભારતે વસતિના મામલે ચીનને પાછળ છોડી દીધું છે તેથી ભારત હવે દુનિયાનો સૌથી વધારે વસતિ ધરાવતો દેશ છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા સત્તાવાર રીતે અપાયેલા આંકડા પ્રમાણે ચીનની વસતી ૧૪૨.૫૭ કરોડ છે જ્યારે ભારતની વસતી ૧૪૨.૮૬ કરોડ થઈ જતાં ભારત સત્તાવાર રીતે દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ બની ગયો છે જ્યારે ચીન બીજા સ્થાને જતું રહ્યું છે.
ચીન કરતાં ભારતની વસતી ૨૯ લાખ વધારે થઈ ગઈ છે. આ તફાવત મોટો નથી પણ ચીનમાં છેલ્લાં બે વર્ષથી વસતિમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જ્યારે ભારતમાં લોકો રાત-દિવસ જોયા વિના અવિરત મહેનત કરી રહ્યા છે તેથી વસતિ સતત વધી રહી છે. આ ટ્રેન્ડ હવે પછી પણ જળવાશે એ જોતાં હવે ચીન ભારતને પછાડી શકે એ વાતમાં માલ નથી.
યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનપીએફએ) વિશ્ર્વના ક્યા દેશમાં કેટલી વસતિ છે, કેટલી વસતિ વધે છે એ ક્યા વયજૂથમાં વધે છે એ સહિતની તમામ બાબતો પર નજર રાખે છે. યુએનપીએફએના તાજા રીપોર્ટ પ્રમાણે, ભારતની ૧૪૨.૮૬ કરોડની વસતિમાં ૨૫ ટકા વસતિ એક દિવસથી શરૂ કરીને ૧૪ વર્ષ સુધીના વય જૂથમાં છે. ૧૮ ટકા વસતિ ૧૦ વર્ષથી ૧૯ વર્ષના વય જૂથમાં છે જ્યારે ૨૬ ટકા વસતિ ૧૦ વર્ષથી ૨૪ વર્ષના વય જૂથમાં છે અને ૬૮ ટકા વસતિ ૧૫ વર્ષથી ૬૪ વર્ષના વય જૂથમાં છે. ભારતમાં ૬૫ વર્ષથી વધુ વયનાં લોકોનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતની ૧૪૨.૮૬ કરોડની વસતીમાં માત્ર ૭ ટકા એટલે કે દશેક કરોડ લોકો જ ૬૫ વર્ષ કે વધુ ઉંમરનાં છે.
ભારત દુનિયામાં સૌથી વધારે વસતિ ધરાવતો દેશ બની ગયો એ સમાચાર મોટા છે પણ આ સમાચાર સાંભળીને ખુશ થવું કે દુ:ખી થવું એ જ ખબર પડતી નથી. આપણે નંબર વન બન્યા છીએ પણ આ નંબર વન બનવાની સિદ્ધિ એવી નથી કે જેનો ગર્વ લઈ શકાય. આપણે આ મુકામે પહોંચવા માટે મહેનત કરી નથી એવું નથી પણ એ મહેનત રાજી થવાય કે અભિમાન કરાય એવી નથી. દુનિયાના બીજા દેશો બીજાં બધાં ક્ષેત્રોમાં વિકાસ કરવામાં પડ્યા છે ત્યારે આપણે છોકરાં જણવામાં ઊંચા આવતા નથી એ ગર્વની વાત નથી જ. જેમને એ માટે ગર્વ થતો હોય તેમની બુદ્ધિની દયા ખાવી જોઈએ.
છેલ્લા કેટલાંક વરસોથી આપણે એકની એક રેકર્ડ સાંભળ્યા કરીએ છીએ કે, ભારત દુનિયામાં વિશ્ર્વગુરુ તરીકે ઉભરી રહ્યું છે. આખી દુનિયા હવે ભારત તરફ મીટ માંડીને બેઠી છે ને ભારતનું મહત્ત્વ વધ્યું છે એવી વાતો આપણે સાંભળીએ છીએ પણ વાસ્તવિકતા એ છે કે, દુનિયા આપણી તરફ મીટ માંડીને નથી બેઠી પણ આપણે દુનિયા તરફ મીટ માંડીને બેઠા છીએ. આ દેશના યુવાન તક મળે કે તરત અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે, કેનેડા વગેરે દેશો તરફ ભાગી જાય છે.
કૉલેજમાં ભણતા મોટાભાગના યુવાનોનું સપનું આ પૈકી કોઈ એક દેશમાં સ્થાયી *થઈને જીવવાનું હોય છે એ જોયા પછી દુનિયા ખરેખર આપણી તરફ મીટ માંડીને બેઠી છે એ વાત હાસ્યાસ્પદ લાગે. તેનાથી વધારે હાસ્યાસ્પદ વાત તો આપણે વિશ્ર્વગુરુ બની ગયા છીએ એ સાંભળીને લાગે છે. સ્ટીવ જોબ્સે ૧૯૮૦ના દાયકામાં એપલ કંપનીની સ્થાપના કરેલી ને એપલનો મોબાઈલ ફોન આવ્યો એ વાતને પણ બે દાયકા કરતાં વધારે થઈ ગયા. છેક આટલાં વરસે એપલ કંપનીએ મુંબઈમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો તેમાં તો આપણે ઘેલા ઘેલા થઈ ગયા છીએ. આ તો એક તાજી ઘટના બની તેના કારણે તેનું ઉદાહરણ આપી દીધું પણ આવી તો ઘણી વાતો છે. આપણે વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે ખોળો પાથરીને આજીજી કરવી પડે છે ને છતાંય વિશ્ર્વગુરુ બનવાની વાતો કર્યા કરીએ છીએ.
આપણે વસતિમાં આગળ વધ્યા પણ આર્થિક મોરચે ક્યાં છીએ એ પણ વિચારવું જોઈએ. ભારત અત્યારે વિશ્ર્વમાં યુ.એસ., ચીન, જાપાન અને જર્મની પછી પાંચમા નંબરની સૌથી મોટી ઈકોનોમી છે. આપણે એ વાતનો ગર્વ લઈએ છીએ પણ આપણાથી મોટાં અર્થતંત્ર ધરાવતા દેશોની વસતિ અને તેમની જીડીપીની તુલના કરીશું તો સમજાશે કે આપણે બહુ પછાત છીએ. વાસ્તવમાં દુનિયાના ટોચના દેશોની સરખામણીમાં ભારત ક્યાંય નથી.
અત્યારે ભારતની વસતિ ૧૪૦ કરોડની છે જ્યારે જીડીપી ૩.૪૦ ટ્રિલ્યન ડોલર છે જ્યારે અમેરિકાની વસતિ ૩૫ કરોડ છે જ્યારે જીડીપી ૨૬ ટ્રિલ્યન ડોલર છે. ચીનની વસતિ લગભગ ભારત જેટલી જ છે પણ જીડીપી ૧૯ ટ્રિલ્યન ડોલર છે. ભારત આ બંને દેશો સાથે સ્પર્ધામાં જ નથી પણ જાપાન અને જર્મની જેવા સાવ ઓછી ટ્રિલ્યન ધરાવતા દેશો પણ ભારતથી બહુ આગળ છે અને
ફાઈવ ટ્રિલ્યન ડોલર ઈકોનોમી ધરાવે છે. તાઈવાન ટચૂકડો દેશ છે ને માત્ર ૨.૪૦ કરોડની વસતી ધરાવતો હોવા છતાં ૧.૬૦ ટ્રિલ્યન ડોલર જીડીપી ધરાવે છે. તેના કરતાં ૬૦ ગણી વસતી ધરાવતા આપણે વરસોથી ફાઈવ ટ્રિલ્યન ઈકોનોમી બનવાની વાતો કરીએ છીએ પણ ત્યાં પહોંચી શકતા નથી.
હવે આપણે સત્તાવાર રીતે દુનિયામાં ટ્રિલ્યનમાં નંબર વન બની ગયા છીએ ત્યારે આ બધી વાતો વિશે વિચારવાની જરૂર છે. ખાસી મિથ્યાભિમાનમાં રાચવાથી મહાન બનાતું નથી એ વાસ્તવિકતાને સ્વીકારીને હવે પછી ટ્રિલ્યન વધારાને કઈ રીતે રોકી શકાય એ અંગે મનોમંથન કરવું જરૂરી છે. આઝાદી પછીનાં વરસોમાં આપણી ટ્રિલ્યન બેફામ વધી છે. આ ટ્રિલ્યનને પોષવા માટેના સંસાધનો ખૂટી રહ્યાં છે ને આપણી ગરીબી વધી રહી છે. આપણે ૮૦ કરોડ લોકોને મફતનું અનાજ આપીને પોષવા પડે છે એ સ્થિતિ છે ને આ બધું બદલવા માટે ટ્રિલ્યન વધારાને રોકવો જરૂરી છે જ. નહિંતર દેશમાં અરાજકતા અને અંધાધૂંધીની સ્થિતિ પેદા થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -