સદીઓથી લઈને આજ દિન સુધીની વાત કરીએ તો ભલે મહિલા ચાંદ સુધી પહોંચી ગઈ હોય, પણ તેમ છતાં દુનિયાની આ પાંચ જગ્યાઓ સુધી પહોંચી શકી નથી. જ્યારે જ્યારે ચાન્સ મળ્યો છે ત્યારે ત્યારે મહિલાઓએ એ વાત સાબિત કરી આપી છે કે તેઓ કોઈ પણ બાબતમાં પુરુષોથી જરાય ઓછી ઉતરતી નથી. દેશ ચલાવવાથી માંડીને સમાજ, સેના, વેપાર, શિક્ષણ દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાનો દબદબો દાખવ્યો છે. દરેક ક્ષેત્રે મહિલાઓના આ અમૂલ્ય યોગદાનને કારણે આજે પણ દુનિયા સાચી દિશામાં આગળ વધી રહી છે. પરંતુ તેમ છતાં, શું તમે જાણો છો કે દુનિયામાં 5 એવી જગ્યાઓ આવેલી છે કે જ્યાં મહિલાઓ માટે પ્રતિબંધિત માનવામાં આવે છે. નવાઈની વાત એ છે કે આ તમામ સ્થળો ફરવા માટેના પ્રખ્યાત સ્થળો છે, છતાં મહિલાઓ ત્યાં જઈ શકતી નથી. અમે તમને આવી જગ્યાઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ…
બર્નિંગ ટ્રી ક્લબ, અમેરિકા
અમેરિકાના આ ક્લબમાં, ધનિક લોકો ઘણી મજાની રમતો રમવા આવે છે અને ક્વલિટી ટાઈમ સ્પેન્ટ કરે છે, પણ આ ક્લબમાં છોકરીઓ કે મહિલાઓના પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આવું કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ આજ સુધી આપવામાં આવ્યું નથી. જોકે કેટલીકવાર અહીં છોકરીઓ અને મહિલાઓને પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ બાકીના સમયમાં તેઓ પ્રતિબંધિત રહે છે.
માઉન્ટ એથોસ, ગ્રીસ
યુરોપિયન દેશ ગ્રીસની ઊંચી ટેકરી માઉન્ટ એથોસ પર આવેલી આ જગ્યા છે. અહીં ઘણા ખ્રિસ્તી પાદરીઓ ત્યાં રહે છે અને તેઓ સતત બાઇબલ વાંચતા રહે છે. આ પાદરીઓએ મહિલાઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. તેમનું એવું કહેવું છે કે જો મહિલાઓને આ ટેકરી પર પ્રવેશ આપવામાં આવશે તો તેમનો જ્ઞાનનો માર્ગ ધીમો પડી જશે. તેથી જ ત્યાં કોઈ છોકરી કે સ્ત્રી અહીં જવાની મંજૂરી આપવામાં આવી નથી.
ઈરાનના સ્પોર્ટ્સ સ્ટેડિયમ
ઈરાન એ એક કટ્ટર ઈસ્લામિક કન્ટ્રી છે અને અહીંયા સ્ટેડિયમમાં મહિલા દર્શકોના પ્રવેશ પર દાયકાઓથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈરાન સરકારનું એવું માનવું છે કે પુરુષોને શોર્ટ્સમાં ફૂટબોલ કે અન્ય રમતો રમતા જોવાથી મહિલાઓ પર ખરાબ અસર જોવા મળે છે અને આને કારણે તેમની ઇસ્લામ પ્રત્યેની શ્રદ્ધા નબળી પડી શકે છે. આ જ કારણસર મહિલાઓ પર આ પ્રતિબંધ 1979થી લાદવામાં આવ્યો છે.
સબરીમાલા મંદિર, ભારત
વિદેશ બાદ બેક ટુ પેવેલિયન પહોંચીને ભારતની વાત કરીએ તો ભારતના કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેનોપોઝ પછી જ મહિલાઓને આ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. આ પાછળનું કારણ એવું છે કે સબરીમાલા મંદિરમાં બેઠેલા અયપ્પા સ્વામી એ બ્રહ્મચારી છે, એટલે ત્યાં કોઈ મહિલા (સ્ત્રીઓ માટે પ્રતિબંધિત સ્થળે) જઈ શકતી નથી. જોકે સુપ્રીમ કોર્ટે હવે આ મંદિરમાં મહિલાઓના પ્રવેશનો આદેશ આપ્યો છે, પણ તેમ છતાં અહીં આવનારી મહિલાઓની હાજરી ખૂબ જ પાંખી જોવા મળે છે.
પટબૌસી મંદિર, આસામ
ભારતના નોર્થઈસ્ટમાં આવેલા આસામ ખાતે આ મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરમાં પણ 12થી 45 વર્ષ સુધીની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. મંદિર પ્રબંધનનું એવું ઠોસ પણે માનવું છે કે જે મહિલાઓને પીરિયડ્સ હોય તેમના મંદિરમાં જવાથી તેમની પવિત્રતા પ્રભાવિત થાય છે. તેથી મંદિરને અપવિત્ર થતાં અટકાવવા માટે 15થી લઈને 45 વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.