(અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ ઑફ ઇન્ડિયા અને ડબ્લ્યુ.આઇ.એ.એ. ના સંયુક્ત ઉપક્રમે રવિવારે ‘એન્યુઅલ વિન્ટેજ કાર ફિયેસ્ટા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી વિન્ટેજ કારો અને વિન્ટેજ મોટર સાયકલોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટને મહારાષ્ટ્ર સરકારના પ્રવાસનપ્રધાન મંગલ પ્રભાત લોઢા અને મુંબઇ પોલીસ કમિશનર વિવેક ફણસલકરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કફ પરેડ ખાતેથી લીલી ઝંડી દાખવીને ઇવેન્ટનો શુભારંભ કર્યો હતો. આ ઇવેન્ટમાં નવી દિલ્હી, ચેન્નાઇ, રાજકોટ, પૂના વગેરે શહેરોમાંથી ૧૫૧ ગાડીઓ અને પચાસ મોટર સાયકલ સહભાગી થઇ હતી. પ્રવાસનપ્રધાન મંગલ પ્રભાત લોઢા અને મુંબઇ પોલીસ કમિશનર વિવેક ફણસલકરે ફ્લેગ ઓફ આપ્યું હતું.
વિવેકજીએ મારી લિન્કન વી૧૨ ગાડી ચલાવીને વિન્ટેજ ગાડી ચલાવવાનો અનુભવ લીધો હતો. ‘મુંબઇ સમાચાર’ના માલિક હોરમસજી કામા સાહેબ તેમની લાન્સીયા વિન્ટેજ કાર સાથે આવ્યાં હતાં, એમ વીસીસીસીઆઇના ચેરમેન નીતિન ડોસાએ જણાવ્યું હતું.