નવી દિલ્હી: સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના આંકડા અનુસાર દેશમાં બેરોજગારીનો દર ડિસેમ્બરમાં ૮.૩ ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે ૨૦૨૨માં સૌથી વધુ હતો. નવેમ્બર દરમિયાન બેરોજગારીનો દર ૮ ટકા હતો, જ્યારે સપ્ટેમ્બરમાં તે સૌથી ઓછો ૬.૪૩ ટકા હતો અને ઓગસ્ટમાં ૮.૨૮ ટકાના દરે વર્ષ દરમિયાન બીજા ઉચ્ચતમ સ્તરે હતો.
૨૦૨૨ના છેલ્લા મહિના દરમિયાન શહેરી બેરોજગારીનો દર દસ ટકા હતો, જ્યારે ડિસેમ્બર દરમિયાન ગ્રામીણ બેરોજગારી ૭.૫ ટકા હતી. રાજ્યોમાં ડિસેમ્બરમાં હરિયાણામાં સૌથી વધુ ૩૭.૪ ટકા બેરોજગારી ચાલુ રહી, ત્યાર બાદ રાજસ્થાનમાં ૨૮.૫ ટકા, દિલ્હીમાં ૨૦.૮ ટકા, બિહારમાં ૧૯.૧ ટકા અને ઝારખંડમાં ૧૮ ટકાનો વધારો થયો હતો. (એજન્સી)ઉ