મુંબઈ: બાંદ્રા ટર્મિનસની પિટ લાઈનમાં વિવિધ કામકાજ માટે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ (૧૯૪૧૭-૧૯૪૧૮)ના સમય અને ટર્મિનલમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે ૨૧મી નવેમ્બરથી લાગુ પડશે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ (૧૯૪૧૭) મુંબઈ સેન્ટ્રલથી બપોરના ૧૨.૫૦ વાગ્યાના બદલે બપોરના ૧.૪૦ વાગ્યાથી બોરીવલીથી ઉપાડવામાં આવશે. એ જ પ્રકારે અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ (૧૯૪૧૮)ને મુંબઈ સેન્ટ્રલના બદલે બોરીવલીમાં બપોરના બે વાગ્યે ટર્મિનેટ કરવામાં આવશે. આ ટ્રેન બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલની વચ્ચે રદ રહેશે, જે આજથી અમલી બનશે, એમ પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું.