સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રહલાદજી વ્યાસ (ટીન્ટોઇ)
विध्त विवादाय धनं मदाय
शक्तिः परेषां परिपीडनाय
खलस्य साध्ते र्विपरीतमेतत्
ज्ञानाय दानायच रक्षणाय ॥13॥
– સુભાષિત સંગ્રહ
ભાવાર્થ :- દુર્જન માણસની વિદ્યા વાદવિવાદ માટે હોય છે. ધન અભિમાન માટે હોય છે, અને શક્તિ બીજાઓને દુ:ખ આપવા માટે હોય છે. જ્યારે સજજન માણસ માટે આનાથી ઊલટું એટલે વિપરીત હોય છે. જેમ કે તેની વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે, અને શક્તિ બીજાઓના રક્ષણ માટે હોય છે. અસ્તુ.