વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજ બાદ સ્પષ્ટતા
ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજીનામું આપવાના છે અને તેમની જગ્યાએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને ભાવનગરના સાંસદ મનસુખ માંડવીયા અથવા ભીખુભાઈ દલસાણીયા મુખ્ય પ્રધાન બનશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયુવેગે ફેલાયેલા આ મેસેજને લીધે સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરવી પડી હતી કે આ ફેક ન્યૂઝ છે અને આવી કોઈ ગતિવિધિ રાજ્યમા નથી.
એક હિન્દી ન્યૂઝ વાયરલ થયા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે પટેલે પુત્રની તબિયતને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી હતી. આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ અહેવાલો સદંતર પાયાવિહોણા છે. પુત્રની તબિયતના કારણે રાજીનામું આપવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં સાંજથી વાયરલ થયેલી પોસ્ટ બાદ સત્તાવાર સુત્રોએ સ્પષ્ટતા કરી હતી. સોશિયલ મીડિયામાં શરૂ થયેલી અફવા માં મનસુખ માંડવીયા અને ભીખુભાઈ દલસાણીયા ના નામ સીએમ તરીકે ચાલી રહ્યા છે તેવી વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. Whatsapp યુનિવર્સિટીમાં વાયુવેગે પ્રસરેલી પોસ્ટ બાદ આ સ્પષ્ટતા થઈ હતી. થોડા દિવસો પહેલા મુખ્ય પ્રધાનના પુત્રની તબિયત બગડતા તેમને પહેલા અમદાવાદ અને તે બાદ મુંબઈ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ વાતને કેન્દ્રમાં રાખી પટેલના રાજીનામાંનું કારણ બતાવી શનિવારે સાંજે મેસેજ વાયરલ થયા હતા. આ અંગે હવે સત્તાવાર સ્પષ્ટતા થઈ ગઈ છે.