જૂની પેન્શન યોજના સમકક્ષ આર્થિક લાભ આપવાની ખાતરી અપાયા બાદ યુનિયનની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જૂની પેન્શન યોજના માટે ૧૪મી માર્ચથી હડતાળ પર ઉતરેલા રાજ્ય સરકારના કર્મચારીઓએ સોમવારે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતા હેઠળ આયોજિત બેઠકમાં જૂની પેન્શન યોજના સમકક્ષ આર્થિક લાભ આપવાની ખાતરી મુખ્ય પ્રધાને આપ્યા બાદ યુનિયને હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવની સાથે હડતાળિયા કર્મચારી યુનિયનોની બેઠક સોમવારે આયોજિત કરવામાં આવી હતી. આ બેઠક બાદ કો-ઓર્ડિનેશન સમિતિના કન્વિનર વિશ્ર્વાસ કાટકરે હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. કાટકરે કહ્યું હતું કે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક રીતે નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજના સમકક્ષ આર્થિક લાભ આપ-વાનું માન્ય રાખ્યું હોવાથી હડતાળ પાછી ખેંચી લેવામાં આવી હતી. આ પહેલાં બેઠકમાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્ય સરકારે નવી પેન્શન યોજનાને લઈને જે સમિતિ ગઠિત કરી છે તેની પાસેથી નિર્ધારિત સમય મર્યાદામાં અહેવાલ મેળવવામાં આવશે અને તેના આધારે નિર્ણય લેવામાં આવશે. વિધાનસભા અને વિધાનપરિષદમાં પણ મુખ્ય પ્રધાને એવું નિવેદન કર્યું હતું કે જૂની પેન્શન યોજના અંગેની સરકારી કર્મચારી-ઓની માગણી અંગે સરકાર સકારાત્મક છે. ઉ