(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં તેજીનો રંગ જામ્યો હોય એવા માહોલમાં સતત બીજા દિવસે આગેકૂચ જોવા મળી હતી. અદાણી ઇફેક્ટનો સુધારો આજેબોન જળવાયો હતો. સેન્સેક્સ સતત બીજા સત્રમાં ઉછળ્યો અને ૪૧૫ પોઈન્ટ ઊંચી સપાટીએ પહોંચ્યો. નિફ્ટી ટોપ ૧૭૭૦૦ સુધી પહોંચ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સના મજબૂત આર્થિક ડેટા અને અદાણી જૂથની કંપનીઓમાં રોકાણથી રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયા બાદ હાઈ-વેઇટેજ ફાઇનાન્શિયલ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં લેવાલીનો ટેકો મળવાને કારણે સોમવારે ભારતીય શેર્સ ઊંચા સ્તરે ખુલ્યા હતા. તમામ 13 મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકો વધ્યા હતા. યુએસ બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ દ્વારા ગુરુવારે સમૂહમાં $1.87 બિલિયનના રોકાણ બાદ અદાણી જૂથના તમામ શેરોમાં તેજી રહી હતી અને નિફ્ટી 50 અને સેન્સેક્સ બંનેએ લગભગ ચાર મહિનામાં તેમની શ્રેષ્ઠ છલાંગ હાસલ કરીને શુક્રવારે તેજીનો મોરચો માંડ્યો હતો.