(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિટાયર્ડ સરકારી કર્મચારીઓના પૅન્શનમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં કર્મચારી પેન્શન યોજના, ૧૯૯૫ (ઈપીએસ-૯૫) એ કેન્દ્ર સરકારની સ્વયંનિધિ યોજના છે. એ બાબતે રાજ્ય સરકાર તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર આ યોજનામાં કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ મળતા પૅન્શનમાં વધારો કરવા બાબતે કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવશે એવું કામગાર પ્રધાન ડૉ.સુરેશ ખાડેએ વિધાનપરિષદમાં જણાવ્યું હતું.
વિધાનપરિષદમાં પ્રશ્ર્નોત્તરકાળમાં ઉપસ્થિત કરવામાં આવેલ પ્રશ્ર્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે ઈપીએસ-૯૫૫ આ યોજના ૧૦૦ ટકા કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે. આ યોજના બાબતે તમામ અધિકાર કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના અખત્યાર હેઠળ હોઈ કર્મચારી ભવિષ્ય નિર્વાહ નિધિ સંગઠનની છે. રાજ્ય સરકાર તેમાં ફક્ત સમન્વયક તરીકે ભૂમિકા પાર પાડશે એવી સ્પષ્ટતા પણ સરકારે કરી હતી. ઉ