અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
દુનિયામાં નોસ્ટાલજિયા જાણે કોઈ પણ પરિસ્થિતિન્ો જોવા માટે અલગ ચશ્માં મળી જતાં હોય ત્ોવું લાગ્ો. કોમ્યુનિઝમે ઘણા દેશોમાં ઘણી તકલીફો ઊભી કરી છે અન્ો તો પણ ત્ોન્ો યાદ કરનારાઓની કોઈ કમી નથી. રશિયાથી નજીક રહીન્ો કોમ્યુનિઝમની પોલેન્ડ પર અસર એ સ્તરની હતી કે આજે પણ માત્ર વોરસોમાં કોમ્યુનિઝમની અસરો સમજાવતી ત્રણ કલાકની વોકિંગ ટૂર ચાલે છે. ત્ો ટૂર માટે અમે ઓનલાઇન એક વેબસાઇટ પર આપ્ોલા વોટ્સએપ નંબર પર બુકિંગ કરાવેલું. ત્ોમાં જવાબ આવ્યો કે ત્રણ વાગ્યે ઓલ સ્ોન્ટ્સ ચર્ચની બહાર અમારો ગાઈડ પીળી છત્રી લઈન્ો હાજર હશે. હવે શહેર હતું તો ભરચક, પણ વોરસોમાં આવી વોકિંગ ટૂર લેનારાં ટૂરિસ્ટ કેટલાં હશે ત્ો પણ અમન્ો પ્રશ્ર્ન થયો જ. અમે ત્યાં પહોંચ્યાં ત્યારે કોઈ ન હતું. અમન્ો એમ કે ચર્ચમાં અંદર આંટો મારીન્ો આવીશું ત્યાં સુધીમાં થોડાં લોકો ભેગાં થશે અથવા અમારી ગાઇડેડ ટૂર પ્રાઇવેટ જ બની જશે.
કોમ્યુનિસ્ટ વોરસો બતાવવાની શરૂઆત કેથોલિક ચર્ચથી કરવામાં આવવાની હતી ત્ો વાતની આયરનીથી પણ અમે વાકેફ હતા જ. આ ચર્ચ છેલ્લી ચાર સદીથી શહેરનો અત્ાૂટ હિસ્સો બની રહૃાું છે. ચર્ચન્ો સતત રિસ્ટોર કરવાની જરૂર પણ પડ્યા જ કરી છે. અંત્ો અમે ત્યાંથી બહાર નીકળ્યાં ત્યાં અમારા પીળી છત્રીવાળા ગાઈડ પાસ્ો લાંબી લાઈન લાગી હતી. જોકે જેમણે પહેલાં વોટ્સએપ પર બુકિંગ કરેલું ત્ોમન્ો લાઇનમાં ઊભાં રહેવાની તો જરૂર ન હતી, પણ અમારે ત્ો બધાની ટિકિટ ફાટી જાય ત્યાં સુધી સાઇડમાં તો ઊભાં જ રહેવું પડ્યું.
પહેલું સ્ટોપ હતું પ્ોલેસ ઓફ કલ્ચર એન્ડ સાયન્સ. વોરસોમાં જ્યાં પણ જાઓ ત્યાંથી આ ઇમારત તો જોવા મળી જ જાય છે. જાણે આખું શહેર ત્ોના પડછાયામાં હોય ત્ોવું લાગ્ો.
આ બિલ્ડિંગ અમે પહેલા બહારથી જાઈ ચૂકેલા, પણ સ્ટાલિનિસ્ટ આર્કિટેક્ચરનો નમૂનો અહીંના કલ્ચરમાં કેટલો મહત્ત્વનો છે ત્ો બોરિસ પાસ્ોથી જ જાણવા મળ્યું. બોરિસ્ો વાતની શરૂઆત જ પોલેન્ડ, યુક્રેન અન્ો રશિયા વચ્ચે જ્યાં પણ પથ્થર ફેંકો એક બોરિસ તો મળી જ જશે ત્ોવી મજાકથી કરી.
બોરિસ ખુદ કોમ્યુનિઝમનો ફેન તો નથી, પણ ત્ોના કહેવા મુજબ પોલેન્ડન્ો વોરમાંથી કોમ્યુનિઝમની જેમ બીજું કોઈ બ્ોઠું કરી શક્યું હોત કે નહીં ત્ો પ્રશ્ર્ન જરૂર થાય. પોલેન્ડમાં કોમ્યુનિસ્ટ શાસન દરમ્યાન બીજા વિશ્ર્વયુદ્ધમાં થયેલા નુકસાનનું ધીરજપ્ાૂર્વકનું રિક્ધસ્ટ્રક્શન એવી છાપ છોડી ગયું છે કે આજે પણ ત્ોમન્ો ડગલે ન્ો પગલે યાદ કરવા પડે છે. જોકે કેટલાંક એવું પણ માન્ો છે કે ત્ોમ કરવા પાછળનું કારણ જ ત્ોમન્ો યાદ રાખવાનું હતું. ભારતમાં પણ અંગ્રેજોથી માંડીન્ો પોલિટિકલ પાર્ટીઓ કઈ રીત્ો બાંધકામથી યાદગાર બની જતી હોય છે ત્ોનો નિયમિત રીત્ો દાખલો આપ્યા કરે જ છે. ૧૯૪૫થી લઈન્ો ૧૯૮૯માં અહીં કોમ્યુનિઝમના અંત સુધીમાં વોરસો શહેરનો આજનો ચહેરો જાણે કોમ્યુનિસ્ટોએ પથ્થરમાં કંડાર્યો છે. બોરિસના કહેવા મુજબ ત્ોમનું પ્રયોજન જ ત્ોમની પહેલાં આવેલું અન્ો પછી આવનારું બધું જ ઝાંખું પડી જાય ત્ોવું કંસ્ટ્ર્ક્શન કરવાનું હતું.
જોકે ત્ોમના સ્ટ્રક્ચર માત્ર વોરસો પ્ાૂરતાં મર્યાદિત ન હતાં. ઝેસીનનું પ્લાસ્ટિક ફસાડથી સજાવેલું કોસ્મો સિન્ોમા હાલમાં તો રિનોવેટ થઈ રહૃાું છે, પણ પચાસના દશકમાં લોકો આવા થિયેટરમાં ભીડ જમાવતાં ત્ોની પણ નવાઈ લાગ્ો. આજે તો ત્ો પ્રોટેક્ટેડ હેરિટેજ બિલ્ડિંગ જ છે. પોઝનાન શહેરની ઓક્રાગ્લાક બિલ્ડિંગ ત્ોનાથી પણ વધુ નવાઈ લગાવે ત્ોવી હતી. સિલિન્ડર શેપની આ ગ્લાસ બિલ્ડિંગ ડિઝાઇનના પોઇન્ટ ઓફ વ્યુથી તો અત્યાધુનિક લાગતી હતી. એક સમયે ત્યાં એક મોટો રેપ્યુટેડ ડિપાર્ટમેન્ટ સ્ટોર હતો, આજે ત્યાં ઑફિસો છે. ડિસ્ટ્રિક્ટ બોર્ડ ઓફ યુનિયનની ઇમારત જોઈન્ો અમદાવાદનું એક સમયનું અપના બાઝાર યાદ આવી ગયું. જોકે અહીં વોરસોમાં તો કોમ્યુનિસ્ટ પાર્ટીનું હેડક્વાર્ટર હતું. આજે તો માત્ર એક ઝાંકી જ છે.
વોરસોનું સ્ોન્ટ્રલ ટ્રેન સ્ટેશન પણ ત્ો સમયનું જ છે, પણ ત્ોન્ો જરાય કેરિકેચર કોમ્યુનિસ્ટ આર્કિટેક્ચર કહી શકાય ત્ોવું નથી. ત્ો પણ ટાઇમલેસ ક્લાસિક જેવું છે. જોકે ક્રાકાઓની હોટલ ફોરમ વિષે એમ કહી શકાય ત્ોમ નથી. એક તરફ ઢળતી હોય ત્ોવી આ એન્ગ્યુલર બિલ્ડિંગ ધ્યાન ખેંચવા માત્ર બની હોય ત્ો દેખાઈ આવે છે. જોકે ત્ો ઇમારત નદીની સાથે ત્ોના કિનારા તરફ ઢળી રહી હોય ત્ોમ કુદરત સાથે ભળી જાય છે એવું પણ ત્ોના ચાહકો માન્ો છે. હોટલ ફોરમ લોકોમાં પોઝિટિવ કે ન્ોગ્ોટિવ ઇમોશન્સ લાવે છે. અહીં જ વોરસોનો લોકપ્રિય અનસાઉન્ડ ફેસ્ટિવલ પણ યોજાય છે.
કાટોવાઇસનું સ્પોડેક વધુ એક સોશિયલિસ્ટ બિલ્ડિંગ છે જે આજે પણ ચર્ચામાં હોય. આ રકાબી શેપના ઇવેન્ટ અરીનામાં વોલિબોલ મેચથી માંડીન્ો વિડિયો ગ્ોમ્સ ટૂર્નામેન્ટ, બધું યોજાય છે. અમે નોવો હૂટા સુધી તો જઈ પણ
ન શક્યાં. પચાસના જ દશકમાં શહેરથી બહાર વોરસોમાં એક ઇન્ડસ્ટ્રિયલ સબર્બ ઊભું કરવામાં આવેલું. આજે પણ ત્ો અકબંધ છે.
વોરસોનો આ કોમ્યુનિસ્ટ ચહેરો જોઈન્ો લાગ્યું કે માત્ર આ ઇમારતોથી જ ત્ોેની અસરનો અંત આવી જતો નથી. અહીં હજી ત્ો સમયથી પ્રભાવિત ઘણાં રેસ્ટોરાં અન્ો કાફે પણ છે. વળી હવે ટૂરિઝમ માટે કોમ્યુનિસ્ટ હેરિટેજ એક કરન્સી બની ગયો છે.
ટૂરના અંત્ો લાગ્યું કે બોરિસ આ કામન્ો માણે તો છે, પણ ત્ો વોરસોના ઇતિહાસથી જાણે સંતુષ્ટ નથી.
જોકે ત્ોણે સજેસ્ટ કરેલાં કાફેઝ પરથી લાગ્ોલું કે ત્ો પોલિશ ખાણીપીણીનો તો જરૂર શોખીન છે. ત્ો સમયે અમે કૉફી સાથે પોલિશ પાકી નામે પ્ોસ્ટ્રી ખાધી. ત્ોમાં પ્ોસ્ટ્રીની અંદર લેમન ક્રીમ ભરેલી હતી. કોમ્યુનિઝમ ઓર નોટ, વોરસોનું આગવું કેરેક્ટર જ નહીં, આગવો સ્વાદ પણ છે.