દિલ ચાહતા હૈ -પાર્થ દવે
તું બિયર હૈ!’
આ વાક્યમાં કંઈ જ મહાનતા કે ક્રિએટિવીટી નથી, પણ તેમ છતાંય ભારતીય વેબ સિરીઝ જોતા મોટાભાગનાને યાદ હશે! આમ તો ભારતમાં ક્વોલિટી વેબ ક્ધટેન્ટ બનાવવાનું શ્રેય જ ટીવીએફ (ધ વાઇરલ ફિવર)ને જાય છે. યુવાનોના આ સ્ટાર્ટ-અપે ૨૦૧૫માં બનાવી “TVF પિચર્સ.
નવીન બંસલ, જીતેન્દ્ર મહેશ્ર્વરી, યોગેન્દ્ર કુમાર અને સૌરભ મંડલ – આ ચાર મિત્રો પોતાની નોકરી છોડીને, સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરે છે. આ વાત કરતી “TVF પિચર્સ લોકોને ખૂબ ગમી. જીતેન્દ્ર મહેશ્ર્વરી બનતો અભિનેતા જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુભૈયા આજે પંચાયત કર્યા બાદ ઔર ફેમસ છે. નવીન બંસલ બનતો અભિનેતા નવીન કસ્તુરિયા, એસ્પિરન્ટ્સ અને તાજેતરમાં રિલીઝ થયેલી બ્રિધ સીઝન ૩ બાદ સ-રસ કામ કરી રહ્યો છે. યોહેન્દ્ર કુમાર બનતા અરુણભ કુમારે જ “TVF પિચર્સ ડેવલોપ કરી હતી અને લખી બિસ્વપતી સરકારે હતી.
વાત એમ છે કે, સાત વર્ષ પછી પિચર્સની બીજી સીઝનની અનાઉન્સમેન્ટ થઈ છે. આ વખતે તેમની કંપની ઔર આગળ વધશે. ચારેય મિત્રો યથાવત છે, તેમની સાથે રિદ્ધિ ડોગરા, સિકંદર ખેર અને આશિષ વિદ્યાર્થી જોડાશે. “TVF પિચર્સની બીજી સીઝન આ વખતે અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.
એઝ અ “TVF ફેન મૂંઝવણ એક જ છે કે, જેમ ટ્રિપલિંગની ત્રીજી સીઝન આવી અને પ્રમાણમાં નબળી આવી તેમ અહીં ન થાય.
——-
અક્ષય કુમાર તેની પહેલી મરાઠી ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવશે
આ વર્ષ અક્ષય કુમારનું નબળું ગયું છે. ૨૦૨૨માં રિલીઝ થયેલી લગભગ તમામ ફિલ્મો બોક્સ ઑફિસ પર પટકાણી છે. એવામાં તેમણે તેમની પહેલી મરાઠી ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવતા જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત જય દુધાને, ઉત્કર્ષા શિંદે, વિશાલ નિકમ, વિરાટ મડકે સહિતના કલાકારો જોવા મળશે. ૨૦૨૩ની દિવાળીએ રિલીઝ થનારી આ ફિલ્મ મરાઠી ઉપરાંત હિન્દી, તમિળ અને તેલુગુમાં પણ દર્શાવાશે. આ પિરિયડ ડ્રામા જાણીતા ડિરેક્ટર અને ઍક્ટર મહેશ માંજરેકર બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના સાત યોદ્ધાઓ પ્રતાપ રાવ ગુજર, જીવાજી પાટિલ, તુલજા જામકર, મલ્હારી લોખંડે, સૂર્યાજી દંડકર, ચંદ્રજી કોઠાર અને દત્તાજી પાગેની વાર્તા જોવા મળશે. આ યોદ્ધાઓ બહલોલ ખાન અને તેની વિશાળ સેના સામે લડ્યા હતા. અક્ષય કુમારને, (ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત ફિલ્મ) પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં લોકોએ નકાર્યો હતો. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જોઈને પણ નેટિઝન્સ નેગેટિવ કોમેન્ટ્સ કરી રહ્યા છે. જોકે, હજુ રિલીઝને વાર છે. જોઈએ, કેવીક બને છે આ ફિલ્મ…
——
રોહિત સુચાંતિ અને અમન ગાંધી ઑફસ્ક્રીન પણ ભાઈ-ભાઈ?!
ભાગ્ય લક્ષ્મીની લીડ જોડી ઐશ્ર્વર્યા ખરે અને રોહિત સુચાંતિ ઉર્ફે લક્ષ્મી અને રિષી ઓબેરોય ઘર-ઘરમાં જાણીતા નામ બન્યાં છે. ઓનસ્ક્રીન તેમનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવા માટે શોના કલાકારો સતત મહેનત કરી રહ્યા છે, ત્યારે ઓફ-સ્ક્રીન પણ તેઓ મહેનત કરી રહ્યા છે. અમન ગાંધી, જે આયુષ (રિષીના ભાઈ)નું પાત્ર ભજવી રહ્યો છે, તે શારીરિક રીતે ચુસ્ત રહેવામાં માને છે અને એક લાંબા શૂટિંગના કલાકો છતાં પણ સારી ફિટનેસની નિયમિતતા જાળવી રહ્યા છે. જોકે, અત્યારે શૂટિંગ દરમિયાન જિમમાં જવા વધારે સમય નથી કાઢી શકતો ત્યારે અમન તેના બ્રેક દરમિયાન જિમમાં જઈને વધુ કેલેરી બાળી રહ્યો છે અને તેની સાથે તેનો મિત્ર રોહિત પણ જોડાયો છે. અમન ગાંધી કહે છે, “હું વર્ક-લાઇફ બેલેન્સ કરવામાં માનું છું, પરંતુ વ્યસ્ત શિડ્યુલના કારણે હંમેશ આ પ્રકારની પર્સનલ બાબતો માટે સમય કાઢવો અઘરો થઈ પડે છે. સમય જતા મારા અને રોહિત વચ્ચે સારી મિત્રતા થઈ. અમે બંને ફિટનેસ પ્રેમી છીએ. અમે બંને એકબીજા સાથે વર્કઆઉટ રૂટિન, ડાયટ પ્લાન અને અમુક હેલ્ધી ફૂડ રેસિપીઝ શેર કરીએ છીએ. એક દિવસ ભાગ્ય લક્ષ્મીના શૂટિંગ દરમિયાન અમે બંનેએ અમારા બ્રેકના સમયમાં જિમમાં સાથે જવાનું નક્કી કર્યું, કેમ કે, શૂટિંગ પહેલા કે પછી અમને વધુ સમય મળતો ન હતો. હું માનું છું કે, જો તમારા કામના સ્થળે વર્કઆઉટ પાર્ટનર હોય તો, તે સતત તમને તમારા નિયમિત વર્કઆઉટ માટે પ્રોત્સાહિત કરે છે. ઘણા લોકો વજન ઉતારવા કે સ્નાયુબદ્ધ થવા માટે વર્કઆઉટ કરતા હોય છે, પણ મારા માટે વર્કઆઉટનો અર્થ છે ફિટ અને હેલ્ધી રહેવું.