Homeઉત્સવક્ધફર્મેશન બાયસ બંધ બેસતી ટોપી પહેરવાનું સાયન્સ

ક્ધફર્મેશન બાયસ બંધ બેસતી ટોપી પહેરવાનું સાયન્સ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

ભારતમાં, સોશિયલ મીડિયાના આગમન પછી એક શબ્દ બહુ પ્રચલિત થયો છે; ક્ધફર્મેશન બાયસ. સોશિયલ મીડિયા તમે ‘મિત્રો’ સાથે કોઈ મુદ્દા પર ચર્ચા કરતા હો ત્યારે, અમુક લોકો તમે ડઘાઈ જાવ એ હદે જડતાથી વર્તતા હોય છે. તમે ગમે એટલા તર્ક, દાખલા-દલીલો કે બુદ્ધિગમ્ય વાસ્તવલક્ષી હકીકતો પેશ કરો, સામેવાળી વ્યક્તિ તમારો દૃષ્ટિકોણ સ્વીકારવા તૈયાર જ ન હોય. અલબત્ત, એ લોકો ય તમને જક્કી જ માનતા હોય છે. આપણને ખબર હોય કે એ વ્યક્તિ સંપૂર્ણપણે અતાર્કિક વાતો કરે છે તો પણ, એ તમારા વિશે તો એમ જ વિચારે કે, “આને મારો તર્ક સમજાતો જ નથી.
આપણે ઊંડા મતભેદોની દુનિયામાં જીવીએ છીએ. એમાં અડધા લોકો એમ માને છે કે બાકીના અડધા લોકો અતાર્કિક
છે. આનું કારણ છે. આપણે જેને બૌદ્ધિક અથવા તાર્કિક અભિગમ ગણીએ છીએ એ હકીકતમાં આપણે અગાઉથી જ માની લીધેલી માન્યતાનું એક રેશનલ (વિવેકયુક્ત) સ્વરૂપ છે. રેશનલ માન્યતાઓ ખરેખર રેશનલ હોતી નથી એવું અહીં કહેવાનો મતલબ નથી, પરંતુ ઘણાં દાખલા-દલીલો અને ચર્ચામાં માણસ પોતાના પક્ષપાતને રેશનલ સ્વરૂપે પેશ કરવાની ક્ષમતા ધરાવતો હોય છે. આને ક્ધફર્મેશન બાયસ કહે છે; આપણે જે માનતા હોઈએ તેના જ પુરાવા એકઠા કરવા, અને જે ના માનતા હોઈએ તે સાચું હોય તો પણ જૂઠ ગણીને ખારીજ કરી નાખવું. આની પાછળ આપણા મગજની ન્યૂરોલોજિક્લ રચના કામ કરતી હોય છે.
‘ફેન્ટમ ઇન ધ બ્રેઈન’ નામના પુસ્તકમાં મશહૂર ભારતીય ન્યૂરોસાયન્ટિસ્ટ વી. એસ. રામચંદ્રન લખે છે કે માણસના મગજના ડાબા હિસ્સાનું કામ બીલિફ સિસ્ટમ અથવા માન્યતાઓનું મોડલ સર્જવાનું અને નવા અનુભવોને એ સિસ્ટમમાં સમાવવાનું છે. હવે કોઈ એવી નવી માહિતી આવે, જે બીલિફ સિસ્ટમ અથવા મોડલમાં સાથે બંધબેસતી ન હોય તો, (સિગ્મંડ) ફ્રોઈડના ડીફેન્સ મિકેનિઝમ (પ્રતિકારાત્મક વૃત્તિ)નો આધાર લઈને, મગજ નવી માહિતીનો અસ્વીકાર કરે, એને દબાવી દે અથવા એને તોડી-મરોડી નાખે જેથી મોડેલનો સ્ટેટ્સ કવો (‘જૈસે થે’ની સ્થિતિ) યથાવત્ રહે. બૌદ્ધિક અથવા તાર્કિક અથવા રેશનલ પક્ષપાતો આવી રીતે પેદા થાય છે. આનું ય કારણ છે. ડાબા મગજનું કામ અંદર આવતી ચિત્ર-વિચિત્ર માહિતીઓને બુદ્ધિગમ્ય અને તેની એક સમઆયામી દૃષ્ટિકોણ બનાવવાનું છે. આ સરળ નથી. જગત એટલું ગૂંચવાડા ભરેલું છે કે દરેક બાબતને જો આપણે એના યોગ્ય દૃષ્ટિકોણથી જોવા જઈએ તો આપણામાંની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિય કોઈ ‘સેન્સ’ સર્જી ન શકે. એવું કરવા જઈએ તો આપણે નિરંતર ડઘાયેલા જ રહીએ. આ ગૂંચવાડાભર્યા જગત સાથે સંપર્ક જાળવી રાખવા આપણા મગજમાં દરેક બાબતની એક પેટર્ન નક્કી કરવાનું મિકેનિઝમ પેદા થયું છે. આપણે દરેક બાબતોમાંથી પેટર્ન શોધી લેવામાં એકદમ નિષ્ણાત છીએ. ક્ધફર્મેશન બાયસ એટલે કે આપણી માન્યતા અથવા ધારણાને બંધબેસતી હોય એવી જ (સાચી કે ખોટી) વાત સ્વીકારવાની વૃત્તિ. તમે જે માનો છો એ વર્ષોના આપણા રેશનલ અને વાસ્તવલક્ષી અનુભવોનું પરિણામ છે એ મિથ છે. આપણી માન્યતાઓ તેને બંધબેસતી માહિતીઓના સ્વીકાર અને બંધબેસતી ન હોય એવી માહિતીઓના ઈનકારનું પરિણામ છે. ધ ટ્રુથ : ‘અ નોવેલ ઓફ ડિસ્કવર્લ્ડ’ નામની નવલકથામાં એક પાત્ર કહે છે કે લોકોને એ જ સાંભળવું છે, જે એમને
પહેલેથી જ ખબર છે. આ યાદ રાખજો. તમે જો એમને નવી વાત કહેશો તો એમને માફક નહીં આવે. એમને નવી
વાતની અપેક્ષા જ નથી. કૂતરો માણસને કરડે એવું જ એમને સાંભળવું છે, કારણ કે કૂતરો એવું જ કરે છે. એમને એવું નથી સાંભળવું કે માણસ કૂતરાને કરડયો, કારણ કે દુનિયામાં એવું બનવું ન જોઈએ. આ જ કારણસર આપણી ચર્ચાઓ (ક્રિકેટ, રાજકારણ, ભ્રષ્ટાચાર કે પછી પાકિસ્તાન) મોટા ભાગે કંટાળાજનક, ઉશ્કેરણીજનક અને અર્થ વગરની હોય છે. અગર બંને પક્ષ એમની માન્યતાઓમાં અડગ હોય તો દૃષ્ટિકોણની આપ-લે માટે ભાગ્યે જ ગુંજાઈશ રહે છે. આમાં આપણે તમામ તર્ક, દાખલા, દલીલો ફિલ્ટર કરતા રહીએ છીએ. આપણી સામેની વ્યક્તિના મુખેથી એ સાંભળવા ઇચ્છીએ છીએ કે કૂતરો માણસને કરડે છે. સામે પક્ષેની વ્યક્તિ પાસે દાખલો છે કે માણસ કૂતરાને કરડયો અને તમને એ ગળે ઉતારવા મથે છે. એક ીએ રસ્તામાં જતા પુરુષને રોક્યો, િીજ્ઞિ;ં અરે વાહ, મહેશ! બહુ વર્ષો પછી જોયો તને. કેવો બદલાઈ ગયો છે! તું તો કેવો ઊંચો, પાતળો, ગોરો હતો. વાળ ટૂંકા થઈ ગયા, પેટ મોટું થઈ ગયું, આંખો અંદર જતી રહી! શું થયું?……િીજ્ઞિ;ં
પેલા ભાઈએ અધવચ્ચે કહ્યું, િીજ્ઞિ;ં બહેન, પણ હું મહેશ નથી! હું તો માનવ છું.િીજ્ઞિ;ં
િીજ્ઞિ;ં આ લે..લે..લે, િીજ્ઞિ;ં બહેને કહ્યું, િીજ્ઞિ;ં નામ પણ બદલી નાખ્યું! િીજ્ઞિ;ં
મોરલ: આપણે એ જ જોઈએ છીએ, સાંભળીયે છીએ જે આપણે જોવા/સાંભળવા ઇચ્છીએ છીએ. આપણે ફેક્ટને
ફેક્ટ પ્રમાણે નહીં, આપણી અંદર જે ફિક્શન છે, તે પ્રમાણે જોઈએ છે. આપણી માન્યતાને
મળતા આવે તે પુરાવા
સાચા, બાકી બધું જૂઠ. સોશ્યલ મીડિયાની સફળતાનું રહસ્ય આ ક્ધફર્મેશન બાયસ છે. ફેસબુક કે ટ્વિટરના અલગોરીધમ બનાવવામાં જ આવ્યાં છે એવી રીતે કે તમારી સામે એવું જ ક્ધટેન્ટ આવે, જેના વિશે તમારામાં પહેલેથી પૂર્વગ્રહો મોજૂદ હોય. આને ઇકો-ચેમ્બર કહે છે. આપણને લાઈક-કોમેન્ટ્સ-પોસ્ટ્સ મારફતે એવા જ અવાજો સંભળાય, જેમાં આપણા અવાજનો
પડઘો હોય. સોશ્યલ મીડિયા આપણને પૂર્વગ્રહિત નથી બનાવતું. તે આપણા પૂર્વગ્રહોને વધુ તીવ્રતાથી બહાર લાવે છે.
એટલા માટે બે વ્યક્તિ એકબીજા પર ઝનૂનથી હૂમલો કરે ત્યારે સરવાળે બંનેના પૂર્વગ્રહો ઔર મજબૂત થાય છે.
હવે બીજી વાર તમે ઉગ્ર દલીલોમાં ઊતરી પડો ત્યારે સામેની વ્યક્તિઓનું નિરીક્ષણ કરજો. તમને બહુ સ્પષ્ટ રીતે આ
સમજાશે. આમાં મઝા એ છે કે દલીલો કરતી વ્યક્તિને આ આખી પ્રોસેસની ખબર નહીં હોય અને પોતે ખુલ્લા
દિલની છે એવું ઈમાનદારીપૂર્વક માનતી હશે. પણ આ એમની ઈમાનદારી અને વાસ્તવલક્ષી દૃષ્ટિ હકીકતમાં કેવો ભ્રમ
છે એની તમને જ ખબર પડશે. આજકાલ ખરેખર કળિયુગ આવ્યો છે એવું બધા જ શા માટે રટે છે?
કોઈની પાસેથી કશું શીખવા માટે, એ જે કહે છે તેની સાથે સહમત થવું બિલકુલ જરૂરી નથી. સહમતી એ આપણો
વ્યક્તિગત પૂર્વગ્રહ છે, આપણું કન્ડિશનિંગ છે. આપણે તેના ચશ્માં પહેરીને બીજાની વાત પર સહમતીની મહોર
લગાવીએ છીએ. હકીકતમાં, એ ખુદનાં ચશ્માં પર વાગેલી મહોર છે; િીજ્ઞિ;ં હા, આ ચશ્માં પહેરીને મને ચોખ્ખું દેખાય છે. િીજ્ઞિ;ં
આવી રીતે કશું શીખવા ના મળે, કારણે કે શીખવા જેવું જે હતું તેના તો આપણે ચશ્માં પહેરી રાખ્યાં છે ને! ઇન ફેક્ટ આપણે એની પાસેથી જ શીખી શકીએ, જે આપણાં ચશ્માંને ચેલેન્જ કરે, અને એવો દ્રષ્ટિકોણ આપે કે આપણને
આપણા વિચારોમાં શંકા પડવા લાગે. આપણે જેની સાથે સહમત થઈએ છીએ, એ લોકો તો આપણે જે માનીએ
છીએ, એનું જ ક્ધફર્મેશન આપે છે. આપણે દરેક બાબતને સહમતી કે અસહમતીના પૂર્વગ્રહથી જોવાને બદલે એવું વિચારવું જોઈએ કે એ બાબત કોઈક રીતે મારા વૈચારિક વિકાસ માટે ઉપયોગી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -