ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડના પહેલાં ઓપન વેબ ગર્ડર નાંખવા માટે સેન્ટ્રલ રેલવેના કોપર અને ઠાકુર્લી રેલવે સ્ટેશન દરમિયાન પાંચમાં અને છઠ્ઠા રુટ પર રવિવારે રાત્રે વિશેષ પરિવહન અને પાવર બ્લોક થવાનો છે. તો જો તમે આવતી કાલે આ સમય દરમિયાન પ્રવાસ કરવાનો હશો તો સમજી લો કે આવતી કાલે મધ્ય રેલવેનું ટાઇમ ટેબલ આ કામને કારણે ખોરવાશે. કેટલીક લાંબા અંતરની ગાડીઓ પર પણ તેની અસર થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોપર અને ઠાકુર્લી સ્ટેશન વચ્ચે પાંચમાં અને છઠ્ઠા માર્ગ પર રવિવારે મધ્યરાત્રે 1.35 વાગ્યાથી વહેલી સવારે 5.05 વાગ્યા સુધી આ બ્લોક રહેશે. તેથી થાણે અને કર્જત-કાસારા દરમિયાન ઉપનગરીય સેવાઓ રાત્રે 12.20 થી 05 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. કર્જતની દિશામાં બ્લોક પહેલાં છેલ્લી લોકલ સીએસએમટીથી રાત્રે 11.51 વાગે નિકળશે.
કાસારાની દિશમાં છેલ્લી લોકલ પણ સીએસએમટીથી રાત્રે 10.50 વાગે નીકળશે. સીએસએમટીની દિશામાં બ્લોક પછી પહેલી લોકલ વિશેષ સીએસએમટી લોકલ કર્જતથી વહેલી સવારે 4.10 વાગે છૂટશે. જ્યારે સીએસએમટી લોકલ કસારાથી વહેલી સવારે 4.51 વાગે નિકળશે.
આ બ્લોકને કારણે લાંબા અંતરની ટ્રેન પર પણ અસર પડશે. સીએસએમટી – વારાણસી એક્સપ્રેસ અને એલટીટી-ગોરખપૂર એક્સપ્રેસ થાણે અને કલ્યાણ સ્ટેશન દરમિયાન સ્લો ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે. મુંબઇ તરફ આવનારી શાલીમાર-એલટીટી એક્સપ્રેસ આસનગામ સ્ટેશન પર 1 કલાક 50 મિનિટ મોડી પોંહચશે. હાવડા-સીએસએમટી એક્સપ્રેસ કો-અટગામ સ્ટેશન પર 1 કલાક 40 મિનિટ મોડી પોંહચશે. આ સિવય ગોરખપૂર-એલટીટી એક્સપ્રેસ અદીલાબાદ-સીએસએમટી એક્સપ્રેસ , શાલીમાર – એલટીટી એક્સપ્રેસ, અમરાવતી – સીએસએમટી એક્સપ્રેસ, ગોંદિયા- સીએસએમટી એક્સપ્રેસ મોડી પહોંચશે. ભૂવનેશ્વર – સીએસએમટી એક્સપ્રેસ, વિશાખાપટ્ટનમ – એલટીટી એક્સપ્રેસ , હૈદરાબાદ સીએસએમટી એક્સપ્રેસ, ગદગ-સીએસએમટી એક્સપ્રેસ, ચેન્નઇ -સીએસએમટી એક્સપ્રેસ અને તિરુનેલવેલી-દાદર એક્સપ્રેસને કર્જત-પનવેલ-દિવા માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવશે.