મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ અને વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૧૩ પૈસા નબળો પડ્યા બાદ અંતે ગઈકાલના બંધથી નવ પૈસાના ઘટાડા સાથે ૮૨.૭૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૫૫.૯૪ કરોડની લેવાલી રહી હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૭૦ના બંધ સામે નરમાઈના ટોને ૮૨.૭૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૩ અને ઉપરમાં ૮૨.૬૬ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી નવ પૈસાના ઘટાડા સાથે ૮૨.૭૯ની સપાટીએ બંધ રહ્યો હતો.
એશિયન ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૬૩૫.૦૫ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૮૬.૨૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ જવાની સાથે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૯૦ ટકા વધીને બેરલદીઠ ૮૦.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થતાં રૂપિયામાં ઘસારો આવ્યો હતો. ઉ