(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત નવેમ્બર મહિનામાં દેશમાં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો ઑક્ટોબર મહિનાના ૬.૭૭ ટકા સામે ઘટીને ૫.૮૮ ટકા સ્તરે રહ્યો હતો. તેમ છતાં ગત સાલના નવેમ્બર મહિનાના ૪.૯૧ ટકા સામે ઊંચી સપાટીએ રહ્યો હોવાનું નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઑફિસે જણાવ્યું હતું. આ ઉપરાંત ગત ઑક્ટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન ચાર ટકા ઘટીને ૨૬ મહિનાની નીચી સપાટીએ રહ્યું હોવાના અહેવાલ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩૮.૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૩૯ પૈસા તૂટીને ૮૨.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે પણ ડૉલર સામે રૂપિયો ૩૬ પૈસા નબળો પડ્યો હતો.