ક્યારેક બની હોય તેવી ઘટના ગુજરાતના જુનાગઢ જિલ્લામાં બની છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ઇટાળીમાં એક લગ્નપ્રસંગમાં ગુલાબ જાંબુ ખાલી થઇ જતાં બે જૂથ સામસામે આવી ગયા હતા. નાની અમથી વાતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધોકા અને લાકડીઓ ઉછળી હતી. મારામારીની ઘટનામાં બન્ને ગ્રૂપના 35 લોકો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ઇટાળીમાં લગ્ન પ્રસંગમાં જમણવાર ચાલી રહ્યો હતો. તે દરમિયાન ઇટાળીના પ્રવિણ વાળા ગુલાબ જાંબુ લેવા ગયા હતા. ત્યારે સામેવાળા શૈલેશ પરમારે ગુલાબ જાંબુ ખતમ થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. ગુલાબ જાંબુ ખતમ થઇ ગયા હોવાની વાતનું પ્રવિણ વાળાને લાગી આવ્યું હતું અને તેણે શૈલેશ પરમાર સાથે બોલાચાલી થઇ હતી. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાત ગાળાગાળી સુધી પહોંચી હતી. બન્ને પક્ષના લોકો એકત્ર થયા હતા અને ધોકા અને લાકડી વડે મારામારી કરી હતી. મારામારીની આ ઘટનામાં દિનેશ પરમારે પ્રવિણ વાળા સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પ્રવિણ વાળાએ પણ દિનેશ પરમાર સહિત 20 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.