બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
કોઈપણ વેપારમાં લાસ્ટ માઈલ અર્થાત્ ક્ધઝ્યુમરને પ્રોડક્ટ પહોંચાડવું હંમેશા પડકારજનક હોય છે. આજે જયારે ઈ-કોમ નો જમાનો છે ત્યારે પ્રોડક્ટ ઘર સુધી પહોંચી જાય છે. પણ વર્ષોથી આપણે ઓફલાઈન અર્થાત દુકાનોમાંથી આપણને લગતા વળગતા પ્રોડક્ટ ખરીદવા ટેવાયેલા છીએ. આ પ્રોડક્ટ દુકાન સુધી કોણ પહોંચાડે છે? કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે ત્યારબાદ દુકાન સુધી પહોંચતા એક ચેનલ બનેલી છે જેને આપણે ડીલર અને ડિસ્ટ્રિબ્યુશન ચેનલ કહીયે છીએ. જે માર્કેટિંગમાં પ્લેસમેન્ટ તરીકે ઓળખાય છે. મોટામાં મોટી બ્રાન્ડ ફેલ થઇ જાય જો તેનું ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ સેટ થયેલું ના હોય તો. આમ આ ચેનલ મહત્ત્વનો ભાગ ભજવે છે અને કોનો માલ વેચવો અને કોનો નહિ તે તેમના હાથમાં છે. આ મહત્ત્વની કડી પ્રોડક્ટને દુકાનોમાં પહોંચાડવા સિવાય બીજી ઘણી રીતે ઉપયોગી છે તે જાણવાનો પ્રયત્ન કરીયે.
પ્રોડક્ટ સારુ હશે, યુનિક હશે, લોકોને તેની જરૂર છે તે ધ્યાનમાં રાખી બનાવ્યું હશે, ડિઝાઇન સારી હશે, પેકેજીંગ લાજવાબ હશે, પબ્લિસિટી જબરદસ્ત થઈ હશે પણ કસ્ટમર જ્યારે દુકાનમાં માલ લેવા જશે અને પ્રોડક્ટ મળશે નહી તો? તો બધુ કરેલા પર પાણી ફરી વળશે. પ્લેસમેંટ કે ડિસ્ટ્રિબ્યુશન એક મોટી ગેમ છે જે બ્રાન્ડની સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રોડક્ટ ડિઝાઇનના તબક્કેથીજ ડિસ્ટ્રિબ્યુશનને ધ્યાનમાં રાખવામાં આવે છે. કારણ પ્રોડક્ટને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે ત્યારે તે લોજીસ્ટિક્લી સરળ હોવું જોઈએ. જે લોજીસ્ટીક ચેનલ છે તેને અનુરૂપ પ્રોડક્ટ ડિઝાઇન થાય તો ઘણો ફાયદો થાય. તેથી પ્રોડક્ટની સાઈઝ, મટિરીયલ, પેકેજીંગ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ કરવામાં આવે છે. તેટલું જ નહીં અંતે પ્રોડક્ટ ડિસપ્લેમાં કેવી રીતે સરળતાથી જગ્યા પામી શકશે અને ગોઠવાઈ જશે અને તેથી આગળ ક્ધજયુમરના ઘરમાં પણ સરળતાથી ગોઠવાશે કે નહીં તેનો વિચાર સુદ્ધા કરવામાં આવે છે. ઘણીવાર બ્રાન્ડ કે મેન્યુફેક્ચરર અનુભવે કે પ્રોડક્ટને પહોંચાડવામાં અમુક મુશ્કેલીઓ નડે છે અને તેથી પેકેજીંગમાં કે ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેથી માર્કેટીયર જ્યારે પ્રોડક્ટ બનાવવાનો વિચાર કરતો હશે ત્યારે ડિસ્ટ્રિબ્યૂશનના પરિબળને ધ્યાનમાં લેવું ઘણું જરૂરી છે. આ બધી સગવડો અને અગવડોનો અભ્યાસ અને ફીડબેક મેન્યુફેક્ચરરને મળે છે ડિસ્ટ્રિબ્યુટર પાસેથી. ડિસ્ટ્રિબ્યુટર તે વ્યક્તિ કે ચેનલ છે જે પ્રોડક્ટ કે બ્રાન્ડ ને મેન્યુફેક્ચરરથી ક્ધઝ્યુમર સુધી પહોંચાડે છે. આ ચેનલ કે વ્યક્તિ મહત્ત્વનો રોલ ભજવે છે બ્રાન્ડ બિલ્ડિંગમાં અને બ્રાન્ડના વેચાણમાં.
બ્રાન્ડ કે પ્રોડક્ટ માર્કેટમાં જ્યારે જોઈએ ત્યારે ઉપલબ્ધ હોવી જોઈયે. જો બ્રાન્ડ ઉપલબ્ધ નહીં હોય તો ક્ધઝ્યુમર તરત જ બીજી બ્રાન્ડને પ્રાધાન્ય આપી તેને ખરીદી લેશે અને જો આ અનુભવ ક્ધઝ્યુમર વારંવાર કરશે તો તે બ્રાન્ડ તેના જીવનમાંથી લુપ્ત થઈ જશે. માર્કેટીંગનું કામ છે બ્રાન્ડને ક્ધઝ્યુમરના મગજમાં સ્થિર કરવી અને હંમેશા રમતી રાખવી, અને આના માટે વેલ પ્લાન્ડ ડિસ્ટ્રિબ્યુશન વ્યૂહરચના હોવી જોઈએ જેથી જ્યારે જોઈએ ત્યારે માલ સારી કંડીશનમાં ઉપલબ્ધ હોય. ઘણીવાર એવું બન્યું છે કે એડ કેમ્પેઇન રિલીઝ થવાની તૈયારીમાં હોય પણ જો માલ ન પહોંચ્યો હોય કે પછી ડિસ્ટ્રિબ્યુશનમાં કોઈ અડચણ આવી હોય તો તે કેમ્પેઇન હોલ્ડ પર રાખવામાં આવે છે. કારણ જો કેમ્પેઇન જોઈ લોકો દુકાનમાં જશે ત્યારે માલ ઉપલબ્ધ હોવો જરૂરી છે. જો માલ ઉપલબ્ધ નહીં હોય તો બ્રાન્ડની નેગેટિવ પબ્લિસિટી થશે. ઘણીવાર આ એવી પરિસ્થિતિ નિર્માણ કરે છે કે મુર્ઘી પહેલા કે ઇંડુ. જો એડ કેમ્પેઇનથી ડીમાંડ ઊભી થશે તો માલ ડિસ્ટ્રિબ્યુટ કરશું કે પછી માલ ડિસ્ટ્રિબ્યુટ કરી રાખો અને કેમ્પેઇનથી ડીમાંડ ઊભી કરો જેથી ક્ધઝ્યુમરને તે માલ મળી શકે. સફળ બ્રાન્ડ હંમેશાં પહેલેથી તૈયારી કરી રાખશે અને બન્ને મુદ્દાઓને ધ્યાનમાં રાખી કેમ્પેઇનથી ડીમાંડ ઊભી કરશે અને માલ ને પણ સ્ટોક કરી રાખશે જેથી ભવિષ્યમાં પસ્તાવુ ન પડે.
ઉપર જાણ્યુ તેમ ડિસ્ટ્રિબ્યુશનની પણ વ્યૂહરચના હોવી જોઈયે અને તે માર્કેટીંગની વ્યૂહરચના સાથે તાલમેલ મેળવે તથા માર્કેટીંગના ગોલને અચીવ કરવામાં સહભાગી થાય તેવી હોવી જોઈએે. ડિસ્ટ્રિબ્યુશન ચેનલો વિવિધ પ્રકારની હોય છે; ડાઇરેક્ટ સેલ્િંલગ, ડાઇરેક્ટ રીટેલિંગ, હોલસેલ્િંલગ, ફ્રેંચાઈસીંગ અને આજની તારીખે ઓનલાઇન જે મહત્ત્વનું ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ છે. મારા પ્રોડક્ટનો, ક્ધઝ્યુમરનો અને પ્રતિસ્પર્ધીનો અભ્યાસ કરી મારે મારૂ ડિસ્ટ્રિબ્યુશન પ્લાન કરવું જોઈયે. માસ પ્રોડક્ટ હશે તો હોલસેલરની જરૂર પડશે પણ જો પ્રીમિયમ પ્રોડક્ટ હશે તો કદાચ ડાઇરેક્ટ સેલ્સ ચેનલ પણ કામ કરી શકે. જેટલા લેયરો ઓછા હશે તેટલો પ્રોફિટ માર્જિન બ્રાન્ડ માટે વધુ હશે. બિજુ, તમારી ડિસ્ટ્રિબ્યુશન ચેનલ તમારા પોઈન્ટ ઓફ પ્રોડક્ષન અને પોઈન્ટ ઓફ ક્ધઝમ્પશન વચ્ચેનું જે અંતર છે તે ઓછો કરવામાં મદદરૂપ થવું જોઈએ. જો આ ગોલ તમે અચીવ કરી શકો તો તમે તમારો નફો વધારી શકો. ડિસ્ટ્રિબ્યુશન ચેનલના બીજા ઘણા ફાયદાઓ છે અને તેની ઉપયોગિતા પણ ઘણી છે. તે ફક્ત તમારી બ્રાન્ડના પ્લેસમેંટનું ધ્યાન નથી રાખતું, આ ચેનલ તેનાથી આગળ જઈ તમારી બ્રાન્ડની સફળતામાં આગવો ભાગ ભજવે છે. જેમ કે, સૌથી મહત્વનું આ ચેનલ સેલ્સને વધારે છે. સેલ્સમેન શીપ પ્રોવાઈડ કરે છે. ડિસ્ટ્રિબ્યુટર નિયમિતપણે દુકાનદાર અને ક્ધઝ્યુમરના ટચમાં હોવાથી તે આસાનીથી તમારી બ્રાન્ડને વેચવામાં મદદ કરે છે. તેટલં ુજ નહીં તમને નવા ઉત્પાદનો બનાવવાની માહિતીઓ પણ આપે છે.
માર્કેટમાં શેની માંગ છે તેનો અભ્યાસ કરી તમને માહિતીઓ પુરી પાડે છે. તમારી બ્રાન્ડ માટે દુકાનની શેલ્ફ સ્પેસ મેળવી આપે છે અને આ વ્યક્તિના ભરોસે દુકાનદાર તમારો માલ પોતાની દુકાનમાં રાખે છે. બીજુ, તમારા ખર્ચાઓ ઘટાડે છે. પોતે તમારા માલને સ્ટોક કરી રાખે છે જેથી જ્યારે જરૂર પડે ત્યારે માલ ઉપલબ્ધ હોય અને નહી કે જ્યારે જરૂરત ઊભી થાય ત્યારે તમે લોજીસ્ટીક્સ કોસ્ટ વધારો. માલ સ્ટોક પોતે કરતો હોવાથી તમારી માલ સ્ટોક કરવાની જગ્યાની કિંમત બચે છે. ડિસ્ટ્રિબ્યુટર તમને પહેલેથી એડ્વાન્સ આપી તમારા માલમાં પહેલેથી ઇન્વેસ્ટ કરે છે જેથી તમે તમારું રોલિંગ કરી શકો. તમે આનાથી નિશ્ર્ચિત પણ થાવ છો કે ઉઘરાણી નથી કરવાની, જ્યારે આ ડિસ્ટ્રિબ્યુટર પોતે ક્રેડિટ પર કામ કરે છે. આવી સવલતોને કારણે બ્રાન્ડ પોતાના ખર્ચાઓ બચાવે છે. કંપની એ ફક્ત એક જ પોઈન્ટ પર માલ પહોંચાડવાનો છે જ્યારે ડિસ્ટ્રિબ્યુટર પોતાની રીતે છેલ્લા ક્ધઝ્યુમર સુધી માલ પહોંચાડે છે. આથી કહી શકાય કે ડિસ્ટ્રિબ્યુશન ચેનલ પ્રોડક્ટને ફાઇનાન્સ કરે છે, પ્રોડક્ટને સ્ટોર કરે છે અને પ્રોડક્ટને છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડે છે. આ ચેનલ બ્રાન્ડને કિંમત નક્કી કરવામાં પણ મદદ કરે છે. કોઈપણ બ્રાન્ડ પ્રાઇઝ નક્કી કરતા પહેલા ડિસટ્રિબ્યુટરનો મત માંગશે કારણ તે જાણે છે કે તેના દુકાનદાર અને ક્ધઝ્યુમરને કયુ પ્રોડક્ટ કેટલા સુધી પરવડશે. આમ પ્રાઈઝિંગ વ્યૂહરચનામાં પણ તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બ્રાન્ડને પ્રમોટ કરવામાં પણ તે સારો એવો ભાગ ભજવે છે. નવા કેમ્પેઇનને સ્ટોર સુધી પહોંચાડશે, પોતાની રીતે પ્રમોશનલ સ્કીમ બનાવી દુકાનદાર અને ક્ધઝ્યુમરને આકર્ષે છે. તેઓ આફ્ટર સેલ્સ સર્વિસમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ટૂંકમાં, દુકાનદાર જે અંતે તમારો માલ વેચે છે તેને બ્રાન્ડ પર ભરોસો છે પણ તેનાથી વધારે કઈ માર્કેટીંગ ચેનલ દ્વારા બ્રાન્ડ આવી રહી છે તેમાં વધુ રસ છે અને તે ડિસ્ટ્રિબ્યુટર ઉપર વધુ ભરોસો છે. કારણ અંતે તે ડિસ્ટ્રિબ્યુટર તેને બ્રાન્ડ વેચવામાં અને જો ન વેચાય તો માલ પરત લેવામાં મદદ કરે છે. તેથી માર્કેટીંગ ચેનલ કે ડિસ્ટ્રિબ્યુશન ચેનલને સંભાળી રાખવી અને પ્રોપર પ્લાનીંગ તે બ્રાન્ડ માટે અતિઆવશ્યક છે, કારણ ડિસ્ટ્રિબ્યુશન ચેનલો તે માર્કેટીંગ વ્યૂહરચનાનું મહત્ત્વનું અંગ છે, પાસુ છે જે બ્રાન્ડની ઉપલબ્ધતા, રેવેન્યૂ અને નફો વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.