(તસવીર : જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ બુધવારે મુંબઈમાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે ઉત્તર ભારતના રાજ્યના રહેવાસીઓ હવે ગર્વથી દેશ-પરદેશમાં જ્યાં જાય ત્યાં તેમની ઉત્તરપ્રદેશના વતની હોવાની ઓળખ દર્શાવે છે. પાંચ વર્ષ પહેલાં આવી સ્થિતિ નહોતી.
આદિત્યનાથ બે દિવસની મુંબઈ મુલાકાતે આવ્યા છે. તેઓ ઉદ્યોગપતિઓ અને બોલીવુડના લોકોને મળવાના છે અને એક રોડ શો પણ કરવાના છે. તેઓ આવતા મહિને ઉત્તર પ્રદેશમાં થનારા ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ (જીઆઈએસ-૨૩) પહેલાં ઉત્તર પ્રદેશમાં રોકાણકારોને આકર્ષવાના પ્રયાસ કરી
રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં તેઓ પોતાની ઓળખ અને મૂળ વતનની વિગતો જાહેર કરતા અચકાતા હતા. હવે તેઓ ગર્વથી પોતાની ઓળખ દર્શાવે છે. તેમને પોતાની ઓળખ અંગે શરમજનક કે અજુગતું લાગતું નથી. ૨૦૨૨ના ભાજપના ઉત્તર પ્રદેશના વિજય અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પાંચ વર્ષ બાદ બે-તૃતીયાંશ બહુમત સાથે ફરી સત્તામાં પુનરાવર્તન થયું હોય એવું પહેલી વખત થયું હતું.
આવું થયું હતું કેમ કે અમારી સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં દરેક ક્ષેત્રે લોકોના કલ્યાણ અને પ્રગતિ માટે કામ કરવામાં આવ્યું હતું.