નાગપુર: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબદાસ દાનવેએ મંગળવારે રાજ્યના પ્રધાનો અબ્દુલ સત્તાર અને ઉદય સામંતના રાજીનામાં માગ્યા હતા. સત્તાર સામે ગાયરાન જમીનનો મુદ્દો છે અને ઉદય સામંત પણ મેગા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો, જોકે વિગતો જાહેર કરી નહોતી.